તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 15th May 2026
પેટ્રોલ-ડીઝલના ભાવો આજે સવારે વધ્યા.. તો પછી રાજકોટના અમૂક પંપના માલીકોએ ગઇરાત્રે કેમ વેચાણ બંધ કર્યુ?!
તપાસનો વિષયઃ DSO સુધી મામલો પહોંચતા તેમણે પોતાના ઇન્સ્પેકટરોને દોડાવ્યા : રાત્રે ૧૦ વાગ્યે પ થી ૬ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ નથી ના જવાબો મળ્યા હતા

રાજકોટ, તા. ૧પઃ કેન્દ્ર સરકારે આજે સવારે ૬ વાગ્યાથી પેટ્રોલ-ડીઝલમાં રૂા. ૩ નો વધારો ઝીકી દિધો, પરંતુ રાજકોટમાં પેટ્રોલ પંપના સંચાલકોએ સંભવત પ થી ૬ પેટ્રોલ પંપના માલીકોએ પેટ્રોલ-ડીઝલ નથી ના જવાબો આપી રાત્રે ૧૦ થી ૧૧ ની વચ્ચે પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ કરી દેતા શહેરમાં તેની ભારે ચર્ચા ઉપડી છે, આ પેટ્રોલ પંપના સંચાલકોએ વેચાણ કેમ બંધ કર્યુ, શું ત્યાં પેટ્રોલ-ડીઝલ નહોતું, કે પછી અન્ય કોઇ ગંધ આવી ગઇ હતી, આ તમામ મુદાઓ શંકાસ્પદ બની ગયા છે.
દરમિયાન આ બાબતે રાજકોટ જીલ્લા પુરવઠા અધીકારી સુધી મામલો પહોંચતા તેમણે બપોરે ૧રાા વાગ્યાની આસપાસ શહેરના પヘમિ વિસ્તારમાં પોતાના ઇન્સ્પેકટરોને દોડાવ્યા છે, તપાસ શરૂ કરી છે. ડીએસઓ દ્વારા આ બાબતે શહેરમાં રહેલી તમામ ઓઇલ કંપનીઓને પણ જાણ કરાય તેવી શકયતા છે.
બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે રાજકોટના અમુક પેટ્રોલ પંપોમાં છેલ્લા ર થી ૩ દિવસથી પેટ્રોલ-ડીઝલ નથી, ગાડીઓ નોંધાવવા છતા સમયસર આવતી નથી, અમુક જગ્યાએ હાઇવે ઉપર પ૦૦ કે ૧ હજારથી વધુ પેટ્રોલ અપાતુ નથી, આમ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખોટુ પૈનિક થાય તે પહેલા પુરવઠા તંત્રે બધુ યોગ્ય કરવુ જરૂરી બની ગયાનું આગેવાન નાગરીકો માની રહયા છે
(4:27 PM IST)










