<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રઘુવંશી પરીવાર રસોત્‍સવના આંગણે મહેમાનોના સાનિધ્‍યમાં ખેલૈયાઓ ખીલ્‍યાં: ગાયકોએ પોતાના અંદાજ અને મધુર કંઠથી ખેલૈયાઓને કર્યા ઓળઘોળ....

રઘુવંશીઓ રાસ એવો રમ્‍યાએ મહેમાનોની નજર ન હટી, રંગ એવો લાગ્‍યો કે રાત ન ભૂલાણી.....

રાજકોટઃ રઘુવંશી સમાજના ખેલૈયાઓ રાજકોટની હાર્દ સમાન ૧૫૦ ફુટ રીંગ રોડ શિતલ પાર્ક પાસે ધ વન વર્લ્‍ડ સામે આવેલ રામભાઈ મોકરીયાના વિશાળ ગ્રાઉન્‍ડમાં ગઈકાલે ખેલૈયાઓ પરીવારીક માહોલમાં સંગીતાના શૂરથી તાલીઓના તાલ, ઢોલીઓ ના ઢોલના ધબકારે એકસાથે અવનવી સ્‍ટાઇલમાં ગરબે રમતા જોવા મળ્‍યા હતા.

મહાઆરતી, લેસર-શો, તથા ફાયર-શો જેવા વિવિધ કાર્યક્રમ જોવા મળ્‍યા હતા મહાઆરતીમાં તમામ ઉપસ્‍થિત લોકોએ મોબાઇલની ફલેશ લાઇટ ચાલુ કરી આરતી કરેલ, ત્‍યાર બાદ લેસર-શો તથા ફાયર-શો થયેલ લેસર-શોના અલગ-અલગ રંગ-બેરંગી કિરણો તેમજ લાઇટ પડતા જ સમ્રગ પરીસર રંગીન બની ગયું હતું આ અદભુત દ્રશ્‍ય એવુ હતુ કે ઝગમગીયાઓ તારલાઓ આકાશમાં ચમકયા, અને રઘુવંશીઓ આ મેદાનના ચમકતા દેખાયા હતા લોકોમાં ભારે ઉત્‍સાહ અને અનેરો પ્રેમ જોવા મળ્‍યો હતો.

ખેલૈયાઓ છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમની છલકાતી પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધુન પર મન મુકીને ખેલ્‍યા હતા, તેમજ ખેલૈયાઓને રમતા જોય મહેમાનો ખુશખુશાલ થયા હતા તેમજ ખૈલેયાઓ એવી કોમ્‍પ્‍ટીશનમાં રમ્‍યાએ સીલેકશનમાં જજ ને કન્‍ફયુઝન ઉભુ કરી દીધું હતું.

ગાયક કલાકાર અજય ગઢવી, અંજુ મકવાણા, વિજય બારોટ, કાજલ કાથરેચા એન્‍કર ભાવેશ મેર, રશ્‍મી માણેક સાથે ખ્‍યાતનામ એવા શુભ ઈવેન્‍ટસના આશિષ કોટક તથા કવિતા કોટક તથા હાઇ-ટેક સાઉન્‍ડ સીસ્‍ટમથી સમ્રગ પરીસર ભકિત અને ઉત્‍સાહથી ગુંજી ઉઠયુ સાથે ખેલૈયાઓમાં ભારે ઉમંગ સાથે અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

આ પ્રસંગે ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મેયર નેહલભાઈ શુકલ, સ્‍ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા,  ડે.મેયર દક્ષાબેન વસાણી, ડી.સી.પી. ઝોન-ર રાકેશ દેસાઈ, એ.સી.પી. પૂર્વ ઝોન બી.વી. જાદવ, પી.સી.બી.પી.આઈ મેહુલ ગોંડલીયા, હરીશભાઈ લાખાણી, શૈલેષભાઈ પાબારી, શાંતુભાઈ રૂપારેલીયા, બકુલભાઈ નથવાણી, કશ્‍મીરાબેન નથવાણી, નિખીલભાઈ પોપટ, કેયુરભાઈ રૂપારેલ, બલરામભાઈ કારીયા, સંજયભાઈ કકકડ, દિપકભાઈ કારીયા, મહેશભાઈ કોટક, જયેશભાઈ ઠકકર, બાલાભાઈ પોપટ, કમલેશભાઇ લાલ, ડાયાલાલ કેસરીયા, દીપભાઈ દાસાણી, રાજકોટ મહાનગર પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી, ગોંડલ રઘુવંશી મહિલા પ્રમુખ નિતાબેન અઢીયા,ભાજપ રાજકોટ શહેર મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્‍દ્રસિહ જાડેજા, કોર્પોરેટરશ્રી મોહિતસિહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, ગોપાલભાઈ અનડકટ, અમિતભાઈ રૂપારેલીયા, ભાવીનભાઈ વસાણી, લાલભાઈ શેઠજી, મિતુલભાઇ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્‍ધદેવ, વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે

(3:22 PM IST)