<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મોઢ વણિક જ્ઞાતિજનો વેલકમ નવરાત્રી મહોત્‍સવમાં ઝુમી ઉઠયા

રાજકોટ, તા.૭: માંનવદુર્ગાની આરાધનાના અણમોલ પર્વ એવા નવરાત્રીના વધામણા કરવા માટે  મોઢ વણિક મહાજન, મોઢ વણિક સમાજ અને મોઢ વણિક યુવા ગ્રુપ દ્રારા ન્‍યારી ડેમ રોડ સ્‍થિત શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ સંચાલિત યુવીએમસી પાર્ટી લોન્‍સ ખાતે વેલકમ નવરાત્રી મહોત્‍સવમાં મોઢ વણિક જ્ઞાતિના ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠ્‍યા હતા.  અલગ-અલગ ચાર કેટેગરીના ૯૦ થી વધુ વિજેતાઓને મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિમાં લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા.  જેમાં દરેક જ્ઞાતિબંધુ માટે એક લાખ રૂપિયાનો અકસ્‍માત વીમા યોજના જાહેર કરાઈ હતી.  છે. વેલકમ નવરાત્રી મહોત્‍સવનો શુભારંભ માતાજીની આરતી સાથે શ્રીમતી મીરાબેન મણિયાર, અંજલિબેન વોરા, રિપલ છાપિયા, હર્ષા પારેખ, રૂપા વોરા, દીપ્તિ મેસવાણી,પ્રીતિ વોરા અને કલ્‍પના વડોદરિયા, મિતા વોરા, અંજના વડોદરિયા,સહિતના મહિલા અગ્રણીઓએ કરાવ્‍યો હતી. રાસોત્‍સવમાં કુલ ૪ ગ્રુપમાં અલગ -અલગ કેટેગરીમાં ૯૦ થી વધુ વિજેતા ખેલૈયાઓને લાખેણા પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા હતા. ખેલૈયાનો ઉત્‍સાહ વધારવા માટે  શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી ઉપરાંત કિર્તીભાઇ મહેતા,યશભાઈ રાઠોડ,અજયભાઈ ગઢિયા,દીપુભાઈ શાહ,પ્રશાંતભાઈ ગાંગડિયા,આશિષભાઈ પટેલ, ગોપીભાઈ પટેલ,અરવિંદભાઈ શાહ,સૌરભભાઇ ભાડલીયા,ભરતભાઈ પારેખ,ચેતનભાઈ શાહ,કિરીટભાઈ પટેલ,જયશ્રીબેન પટેલ,કાશ્‍મીરાબેન દોશી,,રાજુભાઈ દોશી,નીરવભાઈ મણિયાર,ધવલભાઈ બખાઇ, ડો. ભરતભાઈ પારેખ,ડો. દીપકભાઈ પારેખ,મંગળભાઈ શાહ,બીમલભાઈ કલ્‍યાણી,ઙ્ઘતિમાબેન પારેખ,ગીતાબેન પટેલ,તળપ્તિબેન પારેખ મિલનભાઈ વોરા, હરેનભાઈ મહેતા, મહેન્‍દ્રભાઈ મહેતા, બ્રિજેશભાઈ પારેખ, યશભાઇ બખાઇ, સુનિલભાઈ મહેતા, નીરજભાઈ મહેતા, અશ્વિનભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. વેલકમ નવરાત્રિ મહોત્‍સવ ૨૦૨૬ વિજેતા જાહેર કરાતા ગ્રુપ - એ પ્રિન્‍સ - વિહાન વોરા પ્રિન્‍સેસ - વિદ્યા પારેખ ગ્રુપ - બી પ્રિન્‍સ - કેવલ પારેખ પ્રિન્‍સેસ - ઋત્‍વિ પરીખ ગ્રુપ - સીમાં પ્રિન્‍સ - મિતેષ પારેખ અને  પ્રિન્‍સેસ - સ્‍વાતિ પારેખ ગ્રુપ - ડીમાં  નીરવ પારેખ અને ખ્‍યાતિ પારેખ વિજેતા બનેલ. વેલક્‍મ નવરાત્રી મહોત્‍સવ માં ૨૦૦ થી વધુ ભૂલકાઓ ને સ્‍યોર ગિફ્‌ટ આપવામાં આવેલ હતી. વેલકમ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા માટે ભાગ્‍યેશ વોરા, ધર્મેશ શેઠ અને કિરેન છાપીયાની રાહબરી હેઠળ પ્રભારી કેતન પારેખ, સંજય મણીયાર, કેતન મેસ્‍વાણી તેમજ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નિતીન વોરા, જગદીશ વડોદરિયા, ઇલેશ પારેખ, ધર્મેશ વોરા, ડો. અતુલ વોરા, નિતીન મણીયાર, અતુલ પારેખ, મહેન્‍દ્ર ગાંધી, જયેશ ગાંધી, જયેન્‍દ્ર પારેખ, યોગેશ પારેખ, દીપક મહેતા, કેતન વોરા, હિત શેઠ, રસિક વોરા, ધીરેન્‍દ્ર મહેતા, ચંદ્રકાંત મહેતા, આશિષ મહેતા, રોહિત શાહ, અમિત પટેલ, દીપેશ પારેખ, દોલત દોશી, શ્રેયાંશ મહેતા, ડો. કમલેશ પારેખ, યતીન ધ્રાફાણી, નીતા પારેખ, જીગ્નેશ મેસ્‍વાણી, યોગેશ પારેખ, છાયા વજરિયા, સંજય મહેતા, ધર્મેશ મહેતા, ક્રિષ્‍ના મણિયાર, મુકેશ પારેખ, જીગ્નેશ દોશી, હિના દોશી, યશ બખાઈ, મીરા મહેતા, સુનિલ બખાઈ, નયન પરીખ, બિંદીયા મણિયાર, જયેન્‍દ્ર મહેતા, ભાવિક મહેતા, શૈલજા શાહ, કલ્‍પેશ દોશી, મનીષ શાહ, કેતન બોઘાણી, પિયુષ પટેલ, સંદીપ પટેલ, સાવન ભાડલીયા, દિપક કલ્‍યાણી, રશ્‍મિકાંત શાહ , શ્રી મોઢ વણિક મહાજન ના મેનેજર સુરેશ રાજપુરોહિત સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:10 PM IST)