<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

રાજકોટમાં ધનતેરસના શુભ દિવસે વાહનોની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ

નેક પરિવારોમાં દીકરીઓના પગલાં કરાવીને નવી કારનું ઘરમાં સ્વાગત કરાયું :પરિવારની પ્રથમ કાર ખરીદવાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થતાં પરિવારોમાં ખુશીનો માહોલ

રાજકોટમાં ધનતેરસના પવિત્ર અને શુભ દિવસે વાહનોની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વાહન શોરૂમમાં સવારથી જ ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે અને લોકો પોતાની પસંદગીના વાહનો ખરીદી રહ્યા છે. અનેક પરિવારો દીકરીઓના પગલાં કરાવીને નવી કારનું ઘરમાં સ્વાગત કરી રહ્યા છે. ખાસ કરીને પરિવારની પ્રથમ કાર ખરીદવાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થતાં પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ શોરૂમમાં ધનતેરસના દિવસે અંદાજે 250થી વધુ કારનું વેચાણ થવાનો અંદાજ છે. શુભ મુહૂર્તમાં નવી કાર ઘરે લઈ જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(3:46 PM IST)