<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

રાજકોટના નાના મૌવા પાસે મહિલાઓ સાથે અભદ્ર વર્તનના આક્ષેપ બાદમાં લોકોએ પકડી જાહેરમાં ચખાડ્યો મેથીપાક

મહાત્મા ગાંધી સ્કૂલ પાછળ આવેલા બગીચા નજીક રહેણાંક વિસ્તારમાં એક યુવક દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને અશોભનીય ઇશારા કરાતા સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો

રાજકોટના નાનામૌવા મેઇન રોડ વિસ્તારમાં મહાત્મા ગાંધી સ્કૂલ પાછળ આવેલા બગીચા નજીક રહેણાંક વિસ્તારમાં એક યુવક દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને અશોભનીય ઇશારાઓ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો હતો, પ્રાપ્ત માહિતી મુજબ, દર્પણ જેઠવા નામના યુવક સામે વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપોને પગલે સ્થાનિક મહિલાઓ એકજૂથ થઈ યુવકને ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાદમાં યુવકને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(7:57 PM IST)