News of Thursday, 3rd September 2026
રંગીલા રાજકોટના લોકમેળામાં લોકો ઉમટી પડયાઃ આનંદ અને ઉત્સાહની છોળો ઉડી

રાજકોટઃ રેસકોર્ષના મેદાનમાં કલેકટર તંત્ર આયોજીત લોકમેળો જગવિખ્યાત બન્યો છે, તેનો બોલતો પુરાવો આ તસ્વીર છે. પ્રથમ દિવસે જ શહેરની હરખઘેલી પ્રજા લોકમેળામાં ઉમટી પડી હતી. રાત્રે ૮ વાગ્યા બાદ ભારે ઘસારો હતો. અંદાજે ૧ લાખ લોકોએ મેળો માણ્યો હતો. આજે બીજા દિવસે મેળા તરફ જતા તમામ રસ્તા પર ટ્રાફિકનો ધોધમાર વરસાદ છે. લોકો ચાલીને મેળામાં જતા સતત નજરે પડી રહયા છે. વાદળીયુ વાતાવરણ છે. વરસાદની કોઇ આગાહી નથી. તંત્ર-વેપારીઓને હાશકારો છે અને મેળો માણી લેવા લોકો તત્પર અને ખુશખુશાલ છે.
(2:49 PM IST)










