News of Friday, 27th November 2026
બહુમાળી ભવન ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં પ્યુન પ્રભાબેન સરવૈયાનો ગળાફાંસો ખાઇ આપઘાત
નિવૃત થવાને ત્રણ વર્ષ બાકી હતાં: બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું બહાર આવ્યું: પતિના અવસાન પછી તેમની જગ્યાએ આ નોકરી મળી હતીઃ ૮૦ ફુટ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

આપઘાતની ઘટના જ્યાં બની તે બહુમાળી ભવનમાં આવેલી ભુસ્તરશાષાીની કચેરી, ઘટના સ્થળે મહિલા કર્મચારીનો નિષ્પ્રાણ દેહ, સગા સ્વજનો, પોલીસ સ્ટાફ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૭: શહેરના ૮૦ ફુટ રોડ પર સત્યમ્ પાર્કમાં રહેતાં અને બહુમાળી ભવનમાં બીજા માળે આવેલી ભુસ્તર શાષાીની કચેરી ખાતે પ્યુન તરીકે ફરજ બજાવતાં સતાવન વર્ષના મહિલા કર્મચારીએ સવારે ઓફિસમાં જ પંખામાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં તેમણે બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યું છે. કચેરીમાં આપઘાતની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સમગ્ર કચેરીના કર્મચારીઓ સહિતના લોકો દોડી આવ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ૮૦ ફુટ રોડ હુન્ડાઇના શો રૂમ સામે સત્યમ્ પાર્કમાં રહેતાં પ્રભાબેન રતિલાલ સરવૈયા (ઉ.વ.૫૭) નામના મહિલાએ સવારે બહુમાળી ભવનમાં બીજા માળે આવેલી ભુસ્તરશાષાીની કચેરીમાં પંખામાં દોરી બાંધી દેહ લટકાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારા પ્રભાબેન સરવૈયા આ કચેરીમાં જ પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. સવારે ઘરેથી નોકરીએ આવ્યા પછી તેમણે ઓફિસમાં જ આ પગલુ ભરી લીધું હતું. અન્ય કર્મચારીઓ ઓફિસમાં પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થતાં તુરંત ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં અને તેમના મોબાઇલમાંથી સગાને તેમજ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારને સંતાનમાં બે દિકરા પૈકી મોટા દિકરા હેમરાજભાઇનું દસેક વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નાના દિકરાનું નામ જયદિપભાઇ છે. જે વર્ક ફ્રોમ હોમ કરે છે. પતિ પણ હયાત નથી. વીસેક વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું. પતિના અવસાન પછી તેમની જગ્યાએ જ પ્રભાબેનને અહિ ભુસ્તર શાષાી કચેરીમાં નોકરી મળી હતી. નિવૃત થવાને ત્રણ વર્ષ બાકી હતાં. બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કેટલાક સમયથી તેઓ ઓફિસે આવ્યા પછી ગુમસુમ રહેતાં હતાં. એક ચિઠ્ઠી મળી હોઇ તે પોલીસે કબ્જે કરી વિશેષ તપાસ યથાવત રાખી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૧૩)
(2:43 PM IST)










