<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

કેન્‍દ્રના ધોરણે ફેમિલી પેન્‍શન આપવાની માંગ સાથે રાજકોટમાં ૨૫મીએ પેન્‍શનરોની મહત્ત્વની બેઠક

દિવંગત પેન્‍શનરોના અપરિણીત, વિધવા, ત્‍યક્‍તા અને ડાયવોર્સી પુત્રીઓને ઉંમરના બાધ વગર પેન્‍શન આપવા રક્ષાબંધને મંત્રીઓને રાખડી બાંધી રજૂઆત કરાશે

રાજકોટ, તા. ૧૬  : રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સિનિયર સિટિઝન સમાજ દ્વારા આગામી દિવસોમાં પેન્‍શનરોના પડતર પ્રશ્નો અને ખાસ કરીને મહિલાઓના હિત માટે એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. દિવંગત પેન્‍શનરોના અપરિણીત, વિધવા, ત્‍યક્‍તા અને ડાયવોર્સી પુત્રીઓને ઉંમરના કોઇ પણ બાધ વગર કેન્‍દ્ર સરકારના ધોરણે ફેમિલી પેન્‍શન ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગણી પેન્‍શનર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પડતર માંગણી સંદર્ભે આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારે રાજ્‍યના મંત્રીઓને રાખડી બાંધીને પોતાની વેદના અને રજૂઆત પહોંચાડવા માટે બહેનો સજ્જ બની છે. આ સમગ્ર બાબતે વિસ્‍તળત ચર્ચા-વિચારણા કરવા માટે આગામી તા. ૨૫ શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક નાગર ર્બોડિંગ, વિરાણી હાઇસ્‍કૂલ સામે, રાજકોટ ખાતે યોજાશે. આ મિટિંગ પૂર્વ સાંસદ રમાબેન માવાણીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે, તેમજ આ બેઠકમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ ખાસ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકાના નિવળત કર્મચારી મંડળના પ્રમુખો પણ આ તકે હાજર રહેશે.

રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સિનિયર સિટિઝન સમાજના પ્રમુખ હરિસિંહ જાડેજા દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના પેન્‍શનર મંડળોના પ્રમુખો, હોદ્દેદારો તેમજ અસરગ્રસ્‍ત બહેનોને આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તસ્‍વીરમાં રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સિનીયર સીટીઝન સમાજના પ્રમુખ હારિતસિંહ જાડેજા (મા. ૯૪ર૬ર૬૭પ૭૪) ઉપપ્રમુખ કે. આર. જિતીયા, આર.પી. વાગડીયા, પ્રતાપસિંહ દેવડા અને નિખિલ સંઘાણી નજરે પડે છે. 

(2:40 PM IST)