તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તી અને ગંદકી બદલ દંડ કાર્યવાહીઃ ૧૦૧ વેપારીઓને ૨૭,૯૫૦નો દંડ
મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં બે દિવસની કાર્યવાહી

રાજકોટ,તા.૨૨: રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તેમજ જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૦૧ વેપારીઓ પાસેથી રૂ. ૨૭,૯૫૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રીના સુપરવિઝનમાં કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આસિસ્ટન્ટ પર્યાવરણ ઈજનેર, સેનીટેશન ઓફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર હાજર રહ્યા હતા.
(3:38 PM IST)










