<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પેડલ પર પાઠશાળાઃ બાળકો દ્વારા બરડાથી ગાંધીનગર સુધી ૫૫૧ કિ.મી.ની સાયકલ યાત્રા

ગામડાંમાં શિક્ષણ-વ્‍યાયામ પ્રત્‍યે જાગૃતિ સાથે વૃક્ષારોપણ, સ્‍વચ્‍છતા, પ્રાકળતિક ખેતી અને દીકરી બચાવવાનો સંદેશ પણ પહોંચાડશે ધોરણ ૬થી ૧૨ના ૨૫ વિદ્યાર્થીઓ સાયકલ પર નીકળશેઃ શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, સંસ્‍કાર અને વ્‍યસનમુક્‍તિનો સંકલ્‍પ

રાજકોટઃ ગુજરાતના શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, સંસ્‍કાર અને સામાજિક જાગળતિના ક્ષેત્રે અનોખો પ્રયોગ કરવા તપોવન વિશ્વવિદ્યાલય દ્વારા ‘પેડલ પર પાઠશાળા-બરડા થી ગાંધીનગર' નામની ૫૫૧ કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ યાત્રામાં ધોરણ ૬થી ૧૨ના ૨૫ વિદ્યાર્થી બરડાથી ગાંધીનગર સુધી સાયકલ દ્વારા પ્રવાસ કરશે. આ માત્ર સાયકલ યાત્રા નહીં, પરંતુ દિવાલ વિનાની પાઠશાળા બનીને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, સંસ્‍કાર અને સમળદ્ધ ગુજરાતના નિર્માણનો સંકલ્‍પ જગાવશે.

યાત્રા દરમિયાન ‘એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત પીપળાનું વળક્ષ વાવવાનું, પ્રાકળતિક ખેતી તરફ વળવાનો સંદેશ, રાષ્‍ટ્રીય એકતાનો સંદેશ, સ્‍વસ્‍થ રહીએ અને ગામને સ્‍વસ્‍થ રાખીએ તેમજ ‘મારું ઘર વ્‍યસનમુક્‍ત ઘર-બેટી બચાવો-બેટી પઢાવો' જેવા સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવશે. ગામડાંની પ્રતિભાઓનું સન્‍માન કરી પદ્મશ્રી, પદ્મભૂષણ, આઈ.એ.એસ., આઈ.પી. એસ. ,  કવિ, લેખક, સાહિત્‍યકાર અને કલાકારો સ ાથે સંવાદ પણ યોજાશે. ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલોનું સન્‍માન કરી તેમની જીવનશૈલી અને જ્ઞાનમાંથી નવી પેઢીને પ્રેરણા આપવામાં આવશે.

યાત્રામાં સાત્‍વિક તથા પૌષ્ટિક આહાર અંગે જાગળતિ, રોજિંદા જીવનમાં વ્‍યાયામ અને રમતગમતનું મહત્‍વ, સાયકલનો ઉપયોગ તથા તેનાથી સ્‍વાસ્‍થ્‍ય અને માનસિક તંદુરસ્‍તી જાળવવાનો સંદેશ અપાશે. પાણી અને વીજળીની બચત, પ્‍લાસ્‍ટિકમુક્‍ત ઘર, હવા-પાણી-માટીનું પ્રદૂષણ અટકાવવું, સ્‍થાનિક જ્ઞાન અને પરંપરાગત જીવનપદ્ધતિનું દસ્‍તાવેજીકરણ તેમજ ‘વાંચનથી વાવેતર અભિયાન' દ્વારા ગામડાંમાં વાંચન સંસ્‍કળતિ વિકસાવવાનો પ્રયાસ થશે.

આ ઉપરાંત આવનારી પેઢીના યુવાનોમાં મલ્‍ટી સ્‍કિલ વિકસાવવા, સોશિયલ મીડિયાના સમજદારીપૂર્વક ઉપયોગ અંગે જાગળતિ, પરિવાર સાથે સંવાદનું મહત્‍વ, ગામડાંમાં વ્‍યાયામશાળા અને પુસ્‍તકાલયના નિર્માણ માટે પ્રેરણા, માર્ગ સલામતી અને જવાબદાર નાગરિકત્‍વ અંગે જાગળતિ, ગામની ભૂગોળ-આબોહવા-પાક અને જીવનશૈલીને જાણવાનો પ્રયાસ તથા ખેડૂતો અને ગ્રામજનો સાથે સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે. ગ્રામજનો સાથે દેશભક્‍તિથી ભરપૂર સાંસ્‍કળતિક કાર્યક્રમો અને શાંતિ, પ્રેમ તથા સહ-અસ્‍તિત્‍વનો સંદેશ પણ આપવામાં આવશે.

આ ૫૫૧ કિ.મી.ની સાયકલ યાત્રા સ્‍વસ્‍થ, શિક્ષિત, સંસ્‍કારવાન, વ્‍યસનમુક્‍ત અને આત્‍મનિર્ભર ગુજરાતના નિર્માણ માટેનું જીવંત અભિયાન બનશે. બાળકો દ્વારા સમાજમાં જાગળતિ ફેલાવતી આ અનોખી પહેલને લોકોનો આશીર્વાદ અને માર્ગદર્શન મળે તેવી અપીલ કરવામાં આવી છે. યાત્રાના ગાંધીનગર ખાતે યોજાનારા સમાપન સમારોહમાં ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ  અપાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કરમુર પાર્થ, વ્‍યામાણી કર્તવ્‍ય, શ્રૃતિ કુંજડીયા, પટેલ આરના, વ્‍યીમશીભાઇ કરમુર અને વી.ડી.બાલા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:01 PM IST)