તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મોરના ઇંડા ચિતરવા ન પડે...શિક્ષક દંપતિની પૂત્રી ચિ. માહી...ધો. ૧૦માં A-1 ગ્રેડઃ ૯૮ PR સાથે ઝળકી
આત્મીય સ્કુલ-દશા સોરઠિયા વણિક જ્ઞાતિ તથા છગન ભગત ઘીવાળા પરિવારનું ગૌરવ

ધો. ૧૦ માં ચિ. માહિએ ૯૮ પીઆર સાથે મેદાન માર્યુ છે, તસ્વીરમાં પિતા સંદીપ તથા માતા સોનલ અને સ્કુલના પ્રિન્સીપાલ સ્વસ્તી મેડમ સાથે નજરે પડે છે.
રાજકોટ તા. ૯ :.. તાજેતરમાં ધો. ૧૦ ના બહાર પડેલા પરિણામમાં આત્મીય સ્કુલની હોનહાર વિદ્યાર્થી ચિ. માહિ પારેખે ૯૮ પીઆર અને એ-૧ ગ્રેડ સાથે ઝળકી ઉઠી મેદાન માર્યુ છે, શિક્ષક દંપતિ સંદીપ અને સોનલ પારેખની આ પુત્રીએ એ-૧ મેળવવામાં પિતાની સારથી તરીકેની ભૂમિકાનો લાભ ઉઠાવી તથા સમગ્ર રાજકોટમાં ધો. ૧૦ ના મેથ્સમાં ટોપટેનમાં શિક્ષિકા ગણાતી મહાત્મા ગાંધી હાઇસ્કુલની શિક્ષિકા સોનલ પારેખનું અને સ્કુલના તમામ શિક્ષકોનું તમામ વિષયોનું માર્ગદર્શન મેળવી ધો. ૧૦ માં ઝળહળતી - સફળતા મેળવી છે, માહિએ છગન ભગત ઘીવાળા પરિવાર, દશા સોરઠીયા વણિક જ્ઞાતિ અને આત્મીય સ્કુલનું જબરૃ ગૌરવ વધાર્યુ છે, પ્રિન્સીપાલ સ્વસ્તી મેડમે અંતરના આર્શિવાદ પાઠવ્યા હતાં.
તારક મહેતા સિરીયલ જોવાની શોખીન માહિએ વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી સ્કુલમાં ઇતિહાસ સર્જી દિધો, હવે બી-ગ્રુપ લઇ ધો. ૧૧-૧ર સાયન્સ લાઇનમાં અભ્યાસ કરી ડોકટર બનવા માંગે છે, બેસ્ટ લક માહી (મો. નં. ૯૩ર૮૦ ૦૪૬૮૬)
(2:58 PM IST)










