News of Friday, 15th May 2026
પી.ડી.યુ. મેડિકલ કોલેજના વાર્ષિક રમતોત્સવ ‘યુફોરિયા'નું એજિલસ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા પ્રાયોજન
રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦થી વધુ તબીબી વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રાજકોટ, તા. ૧૧: રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) મેડિકલ કોલેજનો વાર્ષિક રમત-ગમત તથા સાંસ્કળતિક મહોત્સવ ‘યુફોરિયા-૨૦૨૬' ગત રવિવારે તા. ૧૦ મેના રોજ રાજકોટના રેસકોર્સ ખાતેના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર ઉજવાઈ ગયો.
આ મહોત્સવનું પ્રાયોજન એજિલસ ડાયગ્નોસ્ટિક્સ (અગાઉ એસ.આર.એલ. ડાયગ્નોસ્ટિક્સ) તરફથી તેના રાજકોટ ખાતેના બ્રાન્ડ પાર્ટનર વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
દિવસભર ચાલેલા આ આયોજનમાં કોલેજના આશરે ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા તબીબી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વિવિધ રમતો તથા સાંસ્કળતિક કાર્યક્રમોમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
શહેરમાં આ વર્ષે યોજાયેલા સૌથી મોટા વિદ્યાર્થી રમતમેળાવડાઓમાં ‘યુફોરિયા'ની ગણના થઈ રહી છે. વર્ગખંડ અને હોસ્પિટલની બહારની દુનિયામાં ભાવિ તબીબોએ રમતભાવના, ટીમવર્ક અને ઉત્સાહનો અદ્વુત નજારો રજૂ કર્યો હતો.
આ પ્રસંગે વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટરના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને એજિલસ ડાયગ્નોસ્ટિક્સના રાજકોટ ખાતેના બ્રાન્ડ પાર્ટનર શ્રી જગદીશભાઈ ચંદારાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્પર્ધક વિદ્યાર્થીઓને રૂબરૂ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આયોજક સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી ચંદારાણાએ જણાવ્યું હતું કે, ‘‘આવતી કાલના તબીબો જેટલા જ્ઞાનમાં તેજ હોય, એટલા જ તન અને મનથી પણ સ્વસ્થ હોવા જરૂરી છે. ‘યુફોરિયા' જેવા આયોજનો સાથે જોડાવું તે સમાજ માટે વધુ સ્વસ્થ અને સર્વાંગી તબીબો તૈયાર કરવાની દિશામાં અમારું નાનું પણ સાચા દિલનું યોગદાન છે. રમતગમત જે શિસ્ત, ટીમવર્ક અને ધીરજ શીખવે છે, તે જ ગુણો તબીબી વ્યવસાયમાં દરરોજ કામ આવે છે.''
ઉલ્લેખનીય છે કે, એજિલસ ડાયગ્નોસ્ટિક્સ ભારતની અગ્રણી ડાયગ્નોસ્ટિક ચેઈન પૈકીની એક છે અને દેશભરમાં વિવિધ પેથોલોજી તેમજ નિદાન સેવાઓ પૂરી પાડે છે. તેની રાજકોટ ખાતેની બ્રાન્ડ પાર્ટનર વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર સૌરાષ્ટ્રના લોકોને ગુણવત્તાસભર, પોસાય તેવા તથા સચોટ રિપોર્ટ ધરાવતી નિદાન સેવાઓ આપવામાં વર્ષોથી અગ્રેસર રહી છે.
‘યુફોરિયા-૨૦૨૬' સાથે જોડાઈને એજિલસ ડાયગ્નોસ્ટિક્સ તથા વેદાંત ડાયગ્નોસ્ટિક સેન્ટરે સમાજના આરોગ્ય, યુવાનોના સશક્તિકરણ તેમજ સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા ફરી એક વખત દર્શાવીછે.
(3:20 PM IST)










