<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

૧.૭૭ લાખનો દારૂ ભરેલી કાર સાથે સુનિલ ઉર્ફે ચુકાને પીસીબીએ દબોચ્‍યો

માર્કેટ યાર્ડના પૂલથી આજીડેમ ચોકડી વચ્‍ચે દરોડો પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ ચોટીલા તરફથી લાવ્‍યાનું રટણ એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની સતત બીજી સફળ બાતમી

રાજકોટ તા. ૧૫: શહેર પીસીબીની ટીમે સતત બીજા દિવસે સફળ બાતમી પરથી દારૂની હેરાફેરી અટકાવી છે.  ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્‍તે માર્કેટિંગ યાર્ડના પુલથી આજીડેમ ચોકડીના પુલની વચ્‍ચે આવેલા રસ્‍તેથી રૂા. ૧.૭૭ લાખનો ૫૭૭ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લીધો છે. દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સતત બીજા દિવસે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળતાં યાર્ડના પૂલથી આજીડેમ ચોકડીના રસ્‍તે જીજે૦૩એચકે-૨૦૩૫ નંબરની કાર આંતરી લીધી હતી. જેમાંથી રૂા. ૧,૭૭,૯૩૬નો ૫૨૮ બોટલ દારૂ મળતાં ચાલક સુનિલ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા (ઉ.વ.૩૦-રહે. બાલાજી હોલ પાછળ સાગર ચોક, આરએમસી ક્‍વાર્ર્ટર બ્‍લોક નં. ૧, ક્‍વાર્ટર ૧૨૨૨)ને પકડી લીધો હતો. પ્રાથમિક પુછતાછમાં સુનિલ ઉર્ફે ચુકાએ પોતે ચોટીલા તરફથી દારૂ ભરી લાવ્‍યાનું રટણ કર્યુ હતું. વધુ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસે દારૂ, કાર મળી રૂા. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામ સિંહ ચૌહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા,દિલીપભાઈ બોરીચા,રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, જયેશભાઈ ગઢવી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, વિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવેની ટીમે આ કામગીરી કરી હતી.

(4:04 PM IST)