તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
સુંદરમ્ પાર્કમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે પરાક્રમસિંહની પીસીબીએ ધરપકડ કરી
જુદી જુદી બ્રાન્ડનો ૧.૧૯ લાખનો દારૂ અને કાર કબ્જે કરાયા

રાજકોટ તા. ૨૯: આજીડેમ ચોકડી નજીક માન સરોવર સોસાયટી પાસેના સુંદરમ્ પાર્કમાં પીસીબીની ટીમે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.
દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીસીબીના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાએ બાતમીને આધારે સુંદરમ્ પાર્ક-૩ના છેડે વોચ રાખી સાન્ટ્રો કાર જીજે૨૪એ-૭૭૩૫ને આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં અંદરથી રોયલ સ્ટેગ વ્હીસ્કીના ૧૮૦ એમએલના રૂા. ૪૪ં૬૪૦ના ૧૪૪ ચપલા, ૭૫૦ એમએલની રૂા. ૨૯૮૫૪ની કિંમતની ૨૩ બોટલો તથા રોયલ ચેલેન્જના રૂા. ૧૪૮૮૦ના ૨૩ ચપલા મળી આવતાં રૂા. ૧,૧૯,૨૨૮નો દારૂ, ૭૦ હજારની કાર કબ્જે લઇ ચાલક પરાક્રમસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૨૭-રહે. આજી વસાહત, ખોડીયારનગર-૭નો ખુણો)ને પકડી લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા અને જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.
(3:41 PM IST)










