તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
જિલ્લા પંચાયતમાં પેચ વર્ક પ્રશ્ને તડાપીટ : સ્થળાંતર ખર્ચની હજુ ‘ચકાસણી' ચાલુ
સામાન્ય સભામાં ૬ સભ્યોના રપ પ્રશ્નોની અને ૧પ માં નાણાપંચના કામોની ચર્ચા : કચેરી સ્થળાંતરના વિવાદ વચ્ચે ૧૯ાા લાખ ખર્ચાયા : અધિકારીએ કહ્યું બાકીના બીલની તપાસ ૧પ દિવસમાં પૂરી કરશુ : ગામડાઓમાં તલાટીઓની ગેરહાજરી અંગે આક્રોશ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંજય પીપળીયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં ડી.ડી.ઓ. અનંદ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખ સામંત બાંભવા, કારોબારી અધ્યક્ષ નરશી સોજીત્રા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ર૧ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળિયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં ગામડાઓ તલાટીઓની હાજરી, ખરાબ રસ્તાના પેચ વર્ક પંચાયત કચેરીના સ્થળાંતર વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવેલ. રસ્તાની મરામતના ખુબ વિલંબ થતો હોવાની અમૂક સભ્યોએ તડાપીટ બોલાવતા ખુદ પ્રમુખે કામ ઝડપથી કરવા બાંધકામ વિભાગના અદિકારીઓને સૂચના આપી હતી. તલાટીઓની ફરજમાં સ્થળે ગેરહાજરી બાબત પણ પ્રમુખે ટકોર કરી હતી.
આમ આદમી પાર્ટીના આરતીબેન જેતાણીએ કચેરીના સ્થળાંતર ખર્ચના વિવાદ અંગે પ્રશ્ન પુછતા બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર સંજય પટેલએ જવાબ આપેલ કે સ્થળાંતરનો પ્રાથમિક અંદાજીત ખર્ચ ૮૪ લાખ થવાનું અનુમાન હતું. પછી રજુ થયેલ બીલ મુજબ રૂા. ૧૯,૪ર,૪૧૩ નું ચૂકવણુ કરવામાં આવેલ છે. અન્ય રજુ થયેલ બીલ અંગે ચકાસણી ચાલુ છે. સમિતિ ચકાસણી બાદ ૧પ દિવસમાં આગળની કાર્યવાહી કરશે. જો કે સામાન્ય સભા બાદ પંચાયત પ્રમુખ સંજય પીપળિયાએ જણાવેલ કે ચૂકવાયેલા નાણા સિવાય અમારી પાસે કોઇ બીલ રજૂ થયેલ નથી.
જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત કચેરી રાજકોટ ખાતે મળી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, ઉપપ્રમુખ સામંતભાઇ બાંભવા, કારોબારી ચેરમેનથી નરશીભાઇ સોજિત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા, દંડક અમરશીભાઇ ચૌહાણ, વિવિધ સમિતિના ચેરમેનઓ સદસ્યઓ, જીલ્લા વિકાસ અધિકારી અનંદુ , સુરેશ ગોવિંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નરશીભાઇ સોજીત્રા, અલ્પાબેન તોગડીયા, સુમિતાબેન ચાવડા, જસ્મીનભાઇ પીપળીયા, આરતીબેન જેતાણી, અરૂણાબેન ભાયા વગેરેએ પ્રશ્નો પૂછયા હતા.
૧પ મુ નાણાપંચ જિલ્લા કક્ષા (૧૦ ટકા) ના નામે અન્વયે હેતુફેરથી લેવાના કુલ ૮૧ કામો જેની રકમ રૂપિયા પ૪૬ લાખ થય છે. વ્યાજની રકમના કુલ રર કામો જેની રકમ રૂપિયા ૧૧પ લાખ થાય છે જયારે ૧૬ મુ નાણાપંચ ની નવી ગાઇડલાઇન મુજબ કક્ષા (૧૦ ટકા) માં કુલ ૧૬૪ ના કામો જેની રકમ રૂપિયા ૧૧૧૩ લાખ થાય તેનો સમાવેશ કરેલ છે જેમાં નવા આંગણવાડી ભવન બનાવવાના કામો, ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વગેરેનું આયોજનનો સમાવેશ થાય છે.
(4:07 PM IST)










