<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાજકોટ એસ.ટી વોલ્‍વો ડેપોમાં બ્રેથ એનેલાઈઝર મુકવા મુસાફર હિતરક્ષકની માંગ

 

રાજકોટઃ તા.૧૬,     મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, પ્રતાપભાઈ વાળા, નાગજીભાઈ પટેલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, અશોકભાઈ બુટાણી જયંતીભાઈ હિરપરા ની સંયુક્‍ત યાદીમાં  જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ ઢેબર રોડ પર આવેલ વોલ્‍વો ડેપો નો વહીવટ ખાડે ગયો છે.તાજેતરમાં વોલ્‍વો ડેપોના શ્રીનાથદ્વારા-રાજકોટ રૂટની બસના કંડકટર સામે શામળાજી પોલીસમાં ગુનો નોંધાયો છે ચાલુ ફરજ દરમિયાન કેફી પીણું પીને મનસ્‍વી રીતે વર્તન કરનાર કંડકટર ઝડપાતા તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. આ બસમાં અગાઉ પણ દારૂ પકડાયેલ હોવાનું મુસાફરોમાં ચર્ચાઇ રહ્યું છે

 અગાઉ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ગત વર્ષે વોલ્‍વો ડેપોના વેઇટિંગ રૂમ અને એડવાન્‍સ બુકિંગ રૂમના શૌચાલય માંથી જનતા રેડ કરી પોલીસની હાજરીમાં ખાલી બોટલ સહીતના મુદામાલ કબજે કરાવેલ.

બસના ડ્રાઇવર કે કંડકટર પીધેલી હાલતમાં કે નશો કર્યો છે કે કેમ તે અંગે નો બ્રેથ એનેલાઈઝર ટેસ્‍ટ દ્વારા તપાસ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારની તપાસ બે પાંચ વર્ષે માંડ એક વખત કરવામાં આવે છે ત્‍યારે એસ.ટી અમારી સલામત સવારી પરંતુ સ્‍ટાફ જ્‍યારે જોખમી બન્‍યો છે વોલ્‍વો ડેપો એનેલાઇઝરની સુવિધા કાયમી ધોરણે મળવી જોઇએ તેવી મુસાફર હિતરક્ષક સમિતિની માંગ છે

(3:42 PM IST)