<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

પર્યુષણ પર્વ એ મેળો નથી, મેળાવડો છેઃ ગચ્‍છાધિપતિ પૂ.ભાવચંદ્રજી સ્‍વામી

આત્‍મસ્‍વરૂપ સાથે મિલાપ થાય એવા કલ્‍પસૂત્રના સંદેશ સાથે અજરામર સંઘમાં પર્વોત્‍સવ

 

 

રાજકોટ, તા.૧૦: પૂ.ગચ્‍છાધિપતિ  આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્‍વામીની નિશ્રામાં અજરામર સંઘમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્‍પસૂત્રની ઉછામણીમાં લાભ લેનાર સિધ્‍ધિતપના તપસ્‍વિની મીનાબેન અલ્‍પેશભાઇ ગોસલીયા હસ્‍તે શ્રીમતી નમ્રતાબેન ઉમંગભાઇએ સકલ સઘંની હાજરીમાં વ્‍યાખ્‍યાન પ્રારંભે પૂ.ડો.શ્રી ચિંતન ચંદ્રજી સ્‍વામીને વહોરાવ્‍યુ હતું.

આજના પ્રવચન પ્રારંભમાં પૂ.ગુરૂદેવે પર્યુષણ પર્વ એ લૌકિક મેળો નથી, એ તો સ્‍વસ્‍વરૂપ સાથે મળવાનો મેળાવડો છે. મેળામાં ભીડ હોય છે. મેળવાડામાં ભાવ હોય છે. આ ધર્મ સાધના કરવા માટે દર્પણ, અર્પણ, સમર્પણની ત્રિપદી સમજાવીને ભગવાન મહાવીર સ્‍વામીના ૨૭ ભવોનું કલ્‍પસૂત્રના માધ્‍યમથી વાંચના આપી હતી. ખૂબ જ સુંદર શાંત વાતાવરણમાં સેંકડો શ્રોતાઓએ રસપાન કર્યુ હતું.

આજે બપોરે ૩.૩૦ વાગે ઓમકાર ભાવ સાધના આરાધિકા સાધ્‍વીરત્‍ના શ્રી ઓમકારશ્રીજી આચાર્યજીના માસખમણ તપની અનુમોદના કરવા શ્રી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ - રાજકોટના મહિલા મંડળોના બહેનોની તપસ્‍યાના ગીતોની સાંજી રાખવામાં આવેલ છે. સંઘ પ્રમુખ મધુકાન્‍તભાઇએ આજે પાખી પર્વની ક્ષમાપન સાથે સાંજે પ્રતિક્રમણમાં નાના-મોટા સૌને પરિવાર સાથે આવવાની પ્રેરણા કરી હતી.

આજના પ્રવચનની પ્રભાવનાનો લાભ શ્રીમતિ નયનાબેન અશ્‍વિનભાઇ શાહ એ લીધો હતો. શનિવાર તા.૧૨ના સવારે પ્રભુ મહાવીર સ્‍વામીના જન્‍મ વાંચન સાથે ત્રિશલાદેવીના ૧૪ સુપન (સપના)ની ઉછામણી થશે... અને અતયંત શુભ એવા આ સુપનને શ્રી સંઘને દર્શન કરાવવા લાભાર્થીઓને અગ્રેસર રહેવા કમલેશભાઇ શાહે પ્રેરણા કરી હતી.

(3:23 PM IST)