<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

પરવીનબેને પાડોશી મંજુબેને ટપારતાં હાથ મચકોડી કડાકો બોલાવી દીધોઃ આંગળામાં ફ્રેકચર થઇ જતાં સળીયા આવ્‍યા

તમે રોજ કેમ અહિ બૂટ ચપ્‍પલ રાખો છો, તમારી જગ્‍યાએ કેમ નથી રાખતાં? : કાલાવડ રોડ આદિત્‍ય-૭૯ હાઉસીંગ ક્‍વાર્ટરમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસે મંજુબેન અને તેની દિકરી લકીસિંગ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩: કાલાવડ રોડ પર આદિત્‍ય હાઉસીંગ ક્‍વાર્ટરમાં રહેતાં અને મંડપ સર્ર્વિસમાં નોકરી કરતાં મહિલાએ પોતાના ઘરના દરવાજા સામે જ બૂટ ચપ્‍પલ રાખી દેતાં પાડોશી મહિલાને આ બાબતે ટપારતાં તેણીએ પોતાની દિકરી સાથે મળી ઝઘડો કરી ડાબો હાથ પકડી આંગળીઓ મચકોડી કડાકો બોલાવી દઇ ફ્રેકચર કરી નાંખતા ઓપરેશન કરાવવું પડયું છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ આદિત્‍ય-૭૯ હાઉસીંગ ક્‍વાર્ટર એ-૮૦૩માં રહેતાં અને વિનાયક મંડપ સર્વિસમાં નોકરી કરતાં પરવીનબેન સિકંદરભાઇ ખલીફા (ઉ.વ.૪૪)ન ફરિયાદ  પરથી મંજુબેન અને તેની દિકરી લકીસિંગ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પરવીનબેન પતિ, પુત્ર સાથે રહે છે. તેણે જણાવ્‍યું હતું કે ગત ૨૧/૯ના રાતે દસેક વાગ્‍યે હું ઘરે હતી ત્‍યારે મારા પતિ અને પુત્ર કામ પર હતાં. મેં ઘરની બહાર જોતાં મારા મુખ્‍ય દરવાજાની બહાર લોબીમાં પાડોશી મંજુબેનના પરિવારન બૂટ ચપ્‍પલ પડયા હોઇ જેથી મેં તેને જાણ કરી હતી કે તમે કાયમ અહિ બૂટ ચપ્‍પલ રાખો છો, તમાીર જગ્‍યાએ કેમ નથી રાખતા. આ સાંભળી તે ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ઝપાઝપી કરી જેમ ફાવે તેમ બોલવા માંડયા હતાં. આ વખતે મંજુબેનની દિકરી લકીસિંગ આવી ગઇ હતી અને તે પણ ઝઘડો કરવા માંડી હતી.

બાદમાં લકીસિંગે મને પાછળથી પકડી રાખી હતી અને મંજુબેને ડાબો હાથ પકડી આંગળીઓ મકચોડી નાંખતા કડાકો બોલી ગયો હતો. દેકારો થતાં આડોશી પાડોશી ભેગા થઇ જતાં સોસાયટીના પ્રમુખ મહિપતભાઇને જાણ કરતાં તે પણ આવી ગયા હતાં. બાદમાં મેં પતિને ફોન કરતાં તે મને હોસ્‍પિટલે લઇ ગયા હતાં. તબિબે તપાસ નિદાન કરતાં આંગળીઓમાં ફ્રેધચર થયાનું આવ્‍યું હતું. જેના કારણે સળીયા નાંખી ઓપરશેન કરવાનું ડોક્‍ટરે કરતાં મને સારવાર માટે દાખલ કરી ઓપરેશન કરાયું હતું. ચાર દિવસની સારવાર બાદ રજા અપાઇ હતી. મને એમ હતું કે મંજુબેન પાડોશી છે જેથી માફી માંગી લેશે તો ફરિયાદ નહિ કરું. પણ તેણે ખબર પણ નહિ પુછતાં અને માફી પણ નહિ માંગતાં અંતે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં પરવીનબેને કહેતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોનસ. પી.એન. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:29 PM IST)