<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

પાર્ટીલાઇન-શહેરીજનોના હિતમાં કામ કરજોઃ માધવ દવે

શહેર ભાજપ પ્રમુખનો કોર્પોરેટરોને સંકલનમાં કડક સંદેશ

રાજકોટ, તા.૨૮: આજે સવારે જનરલ બોર્ડ પૂર્વે ભાજપ સંકલનની મીટીંગમાં પ્રમુખ માધવ દવેએ નવી ટર્મમાં દરેક ચૂંટાયેલા કોર્પોરેટરે પાર્ટીલાઇનમાં અને શહેરીજનોના હિતમાં શિસ્‍તથી કામ કરવાની તાકીદ કરી હતી.

ભાજપમાં આ વખતે ર૩ કોર્પોરેટર રીપીટ થયા છે અને બાકીના નવા છે. અમુક કોર્પોરેટર એક-બે ટર્મ બાદ ફરી મનપામાં આવ્‍યા છે. આ તમામ સભ્‍યોને પાર્ટીની નીતિ મુજબ કામ કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ભાજપની ગાઇડલાઇન અને શિસ્‍ત મુજબ સૌને સંકલનમાં રહેવા સંદેશો આપવામાં આવ્‍યો છે. એકંદરે નવી ટર્મમાં સૌને સાથે રાખીને, શિસ્‍તમાં ચાલવા જણાવી દેવામાં આવ્‍યું છે.

(3:54 PM IST)