News of Saturday, 17th October 2026
છેતરપીંડીના ગુનામાં ૮ વર્ષથી ફરાર જયમીનને પેરોલ ફરલો સ્ક્વોડે પકડયો
અમદાવાદ બોપલથી પકડી લઇ ભક્તિનગર પોલીસને સોંપાયોઃ પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૭: શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામાં આઠ વર્ષથી ફરા શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે અમદાવાદથી પકડી લઇ ભક્તિનગર પોલીસને સોંપ્યો છે.
જાણવા મળ્યા મુજબ વર્ષ ૨૦૧૮માં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં નામ ખુલતાં મનિષ ઉર્ફે જયમીન હસમુખભાઇ અમીન (ઉ.વ.૪૨-રહે. આઇ-૧૦૪, આરોહી એલીગન્સ, સાઉથ બોપલ અમદાવાદ) ભાગી ગયો હતો. આ શખ્સ સતત આઠ વર્ષથી આ ગુનામાં ફરાર હતો. દરમિયાન તે અમદાવાદ હોવાની બાતમી પરથી તેને પકડી લેવાયો હતો.
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, રોહિતભાઇ કછોટ, જયેશભાઇ ચોસલા, શિવભદ્રસિંહ જાડેજા, રણછોડભાઇ આલ, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, યોગેશભાઇ આદ્રોજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(4:03 PM IST)










