<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

૪ મહિનાથી દારૃના ગુનામાં ફરાર અરબાઝ શેખને પેરોલ ફરલો સ્કવોડે પકડી લીધો

પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ ધાસુરા અને ટીમે યુનિવર્સિટી પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનામાં ચાર મહિનાથી ફરાર શખસને પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તા.૨૯-૧-૨૦૨૬ના  રોજ નોંધાયેલા દારૃના ગુનામાં અરબાઝ જાકીરભાઈ શેખ (રહ. આવાસ કવાર્ટર પુષ્કરધામ મેઈન રોડ)નું નામ ખુલતા તે ફરાર થઇ ગયો હતો. ચારેક મહિનાથી તે ભાગતો હોઇ અંતે તેને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપાયો હતો.

પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએઅસાઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા,  કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ધાસુરા, એએસઆઈ  ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નીમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. 

(2:52 PM IST)