<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પરિક્રમા સનાતન હિન્‍દુ ધર્મની આધ્‍યાત્‍મિક અને ભારતની સાંસ્‍કૃતિક જીવનશૈલીનો અભિન્‍ન ભાગ છે

સનાતન હિન્‍દુ ધર્મના પ્રિય વાચકોને જન જાગળતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ હિન્‍દુ ધર્મના અનેક ભક્‍તિ માર્ગ પૈકી પરિક્રમા અને પ્રદક્ષિણા ધાર્મિક, સાંસ્‍કળતિક મહત્‍વની સંકલિત માહિતીથી જણાવે છે

* પરિક્રમાનો સંસ્‍કળતમાં અર્થ ચારે બાજુ ફરવું. પરિક્રમા કરતી વખતે શ્રદ્ધાળુ કેન્‍દ્રમાં રહેલ ભગવાનની ચારે બાજુ ફરે છે. મારા જીવનના કેન્‍દ્રમાં માત્ર પ્રભુ જ છે. ઘડિયાળના કાંટાની દિશામાં પ્રદક્ષિણા કરવાથી વ્‍યક્‍તિમાં ઈશ્વર નામ સ્‍મરણ સાથે પોઝિટિવ ઊર્જા ઉત્‍પન્ન થાય છે, જેથી શ્રદ્ધાળુ વિવિધ મંદિરમાં નામ સ્‍મરણ સહ સતત પ્રદક્ષિણા કરે છે * ગિરનાર ઉપર અનેક દેવ-દેવીઓનો વાસ છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી દ્વારકાના નાથ શ્રી કળષ્‍ણ ૩૩ કોટિ દેવતાઓના સાંનિધ્‍યમાં ગિરનારના જંગલમાં વાસ કરેલ જેથી આ પરિક્રમાનું વિશેષ મહાત્‍મ્‍ય છે અને હિન્‍દુ ધર્મની આધ્‍યાત્‍મિક અને ભારતની ભવ્‍ય સંસ્‍કળતિ અને જીવનશૈલીનો ભાગ છે. * ગિરનાર ઉપર ૩૩ કોટિ દેવ-દેવીઓ, ૮૪ સિદ્ધ, બાવન વીર અને ૯ નાથનો વાસ છે. અહીં હજારો વર્ષ ઋષિ-મુનિઓ અને મહાન સંતોએ તપસ્‍યા અને કરોડો મંત્રોચ્‍ચાર કરેલ જેથી ખાસ ચુંબકીય આધ્‍યાત્‍મિક પોઝિટિવ ઊર્જાનો પણ વાસ છે. * ભારતમાં સૌથી મોટી, કઠિન અને લાંબા રામયની પરિક્રમા નર્મદા નદીની છે. અંદાજે ૨૫૦૦ કિ.મી. આ પરિક્રમા પૂર્ણ કરવામાં અંદાજે ત્રણ વર્ષથી વધુ સમય લાગે છે. મથુરાની વ્રજની ૮૪ કોસ આશરે ૨૫૦-૩૦૦ કિ.મી. પરિક્રમા શ્રી કળષ્‍ણ લીલાઓ સાથે જોડાયેલી છે. જે ગોવર્ધન પરિક્રમાનું વિસ્‍તળત સ્‍વરૂપ છે. *પરિક્રમા પ્રદક્ષિણા માત્ર ધાર્મિક નથી, ઈશ્વર ભક્‍તિ અને આત્‍માની ખોજનો અવસર છે. ભારતની અતિ પ્રાચીન અને ભવ્‍ય સંસ્‍કળતિ અને માનવ જીવનશૈલીનો ભાગ અને અંગ છે.

 

રાજકોટઃ સૈકાઓ જૂના અનાદિકાળથી સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની પ્રેમ-લાગણી સભર ભક્‍તિ કરવા પરિક્રમા અને પ્રદક્ષિણા સદીઓથી ઉત્તમ માર્ગ ગણાય છે. સમગ્ર ભારતના ગૌરવસમાન જૂનાગઢ પર્વત ગિરનારમાં દેવી-દેવતાઓ અને અનેક સિદ્ધ ઋષિ-મુનિઓ વાસ કરેલ, જેથી આ પર્વત ઉપર વિશેષ ચુંબકીય અને આધ્‍યાત્‍મિક ઊર્જા સતત વહે છે. પૌરાણિક ધર્મ શાષાોના મત મુજબ કારતક સુદ અગિયારસથી પૂનમના દિવસો સુધી શ્રી કળષ્‍ણ ભગવાને ૩૩ કોટિ દેવતાઓના સાંનિધ્‍યમાં ગીર જંગલમાં વાસ કરેલ, જેના કારણે આ શુભ દિવસોની ગિરનારની પરિક્રમાનું મહત્‍વ ખૂબ જ ગણાય છે. જેથી સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુ સદીઓથી જૂનાગઢ પરિક્રમા આવે છે. આ ભવ્‍ય અને ભાવમય પરિક્રમાનો આરંભ એકાદશીની રાત્રે થાય છે અને પૂનમના દિવસે પૂર્ણ થાય છે. ગિરનારની પર્વતમાળામાં ૩૩ કોટિ દેવી-દેવતાઓ, ૮૪ સિદ્ધ, બાવન વીર અને ૯ નાથનો વાસ છે.

આ સમગ્ર પરિક્રમાનું અંતર અંદાજે ૩૬ કિ.મી. છે, જેમાં ચાર વિરામ સ્‍થળ (પડાવ) આવે છે. પ્રથમ ભવનાથ તળેટી, બીજો જીણાબાવાની મઢી, ત્રીજો માળવેલા અને અંતિમ પડાવ બોરદેવી છે.

ધાર્મિક આધ્‍યાત્‍મિકતાથી ભરપૂર આ લીલી પરિક્રમાનો રૂટ ગાઢ જંગલમાંથી છે. સામાન્‍ય દિવસોમાં આ માર્ગ જનતા માટે સંપૂર્ણ પ્રતિબંધિત છે. એક અંદાજ મુજબ આ લીલી પરિક્રમામાં જૂનાગઢની વસ્‍તીથી બમણા દેશભરના શ્રદ્ધાળુ સામેલ થાય છે.

ભારતની સૌથી મોટી, કઠિન અને મુશ્‍કેલ પરિક્રમા પાવન નદી નર્મદા માતાની છે. અંદાજે ૨૫૦૦ કિ.મી.ની છે. તેને પૂર્ણ કરવામાં લગભગ ૩ વર્ષથી વધુ સમય લાગે છે. દેશની મથુરાની ગોવર્ધનની બ્રિજ પરિક્રમા પણ ખૂબ જ પવિત્ર અને પ્રસિદ્ધ ગણાય છે. આ પરિક્રમા પણ અંદાજે ૨૫૦ થી ૩૦૦ કિ.મી. (૮૪ કોસ) ની છે. આ પરિક્રમા પૂનમ અને દિવાળીના દિવસોમાં દેશભરના લાખો દર શ્રદ્ધાળુ જોડાય છે.

ગિરનારની લીલી પરિક્રમાના વિવિધ સ્‍થળે રાત ને દિવસે સાધુ-સંતો અને ભક્‍તો કાઠિયાવાડી સંસ્‍કળતિની ઝલક સમા ભજનો, દુહા-છંદ અને સંત મહાપુરુષોની જીવનલીલાની કથા-વાર્તા આગવી છટામાં રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવી દે છે. આ સમગ્ર પરિક્રમા રૂટ ઉપર રાજ્‍યભરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્‍થાના સેવાભાવી ગરીબ-અમીરના ભેદભાવથી દૂર રહી અન્નક્ષેત્રો અને મેડિકલ કેમ્‍પ ઊભા કરી શ્રદ્ધાળુઓની અનેરી સેવા હોંશ અને ભાવથી કરે છે. આ પરિક્રમા ન્‍પ્રકળતિ અને કુદરતના ખોળે ઈશ્વર ભક્‍તિ સાથે આત્‍માની ખોજનો દિવ્‍ય અવસર છે. પરિક્રમા-પ્રદક્ષિણા માત્ર ધાર્મિક નથી પણ ભારતની પ્રાચીન સંસ્‍કળતિ અને માનવ જીવનરીલીનો એક ઉત્‍સવ અને અંગ છે.

આપણા ધાર્મિક શાષાોમાં લગ્ન વિધિ વખતે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવાની વિધિ એક પ્રકારની પરિક્રમા જ છે જે નવદંપતીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની મર્યાદામાં રહીને જીવન વિતાવવાની શીખ આપે છે.(૪૧.૨૨)

તખ્‍તસિંહ (તખુભા)રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:22 PM IST)