તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
પરેશ પીપળીયાની યુવા મોરચાથી સ્ટે.ચેરમેન સુધીની ૩ દાયકાની સફર

રાજકોટઃ ભાજપના બીજી ટર્મના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશ રમેશભાઈ પીપળીયા ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા ૩૦ વર્ષથી સક્રીયતાથી સંકળાયેલ છે. તેઓ ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ, રાજકોટ શહેર યુવા ભાજપનાં ઉપપ્રમુખ તથા મહામંત્રી તેમજ વોર્ડ નં. ૬ ના કોર્પોરેટરની જવાબદારીઓ નિભાવેલ છે.
રાજકોટનાં યુવાઓમાં ‘‘સેવા સારથી'' તરીકે તેઓ જાણીતા છે. તેઓએ અસંખ્ય યુવાનોને સેવાના ઉમદા કાર્યમાં જોડેલ છે. પ્રર્વતમાન યુગમાં ખાસ કરીને યુવાન ભાઇ-બહેનોમાં સમાજ સેવા, પરિવાર સેવા, અબોલ પશુઓ, સાધુ-સંતોની સેવામાં જોડાઈ તેવા ઉમદા કાર્ય પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવી રહેલ છે. પરેશભાઈ છેલ્લા ૩૦ વર્ષથી કિશન યંગ ગ્રુપનાં પ્રમુખપદ હેઠળ સામાજીક અનેધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે. ભારતીય જનતા પક્ષની વિચારધારા લોહીમાં છે. વોર્ડ નં. ૬ માં રહેતા જરૂરીયાતમંદ લોકો સુધી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ બહોળા પ્રમાણમાં મળી રહે તે માટે તેઓ ગત ટર્મમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના યુવાન નેતા પરેશ પીપળીયાએ રાજકોટની વિકાસ યાત્રાને આગળ ધપાવવા કટીબધ્ધતા દર્શાવી છે
(3:57 PM IST)










