<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડશે :સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા વધારો કરાશે

પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવોને ધ્યાનમાં રાખી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા વધારો કરવાનો સ્કૂલ વાહન એસોસિએશને નિર્ણય લીધો

રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે. સ્કૂલ વાહન એસોસિએશને પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવોને ધ્યાનમાં રાખી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રૂ. 1200થી 1250 સુધી વસૂલાતું માસિક ભાડું હવે વધીને રૂ. 1350થી 1400 સુધી પહોંચી શકે છે. 8 જૂનથી શરૂ થતા નવા સત્ર સાથે જ વધારેલા ભાડાના નિયમો અમલમાં મુકવામાં આવશે. આ નિર્ણય અંગે રાજકોટના સ્કૂલ વાહન એસોસિએશનના હોદ્દેદારો પંચાયત ચોક ખાતે ભેગા થયા હતા. એસોસિએશનના જણાવ્યા મુજબ દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થતાં સ્કૂલ વાહન ભાડામાં દર મહિને અંદાજે રૂ. 150નો વધારો કરવો ફરજિયાત બન્યો છે  

(7:09 PM IST)