તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
પેડક રોડ પર શ્રી હરિ શેરવાનીનું કાલે ગ્રાન્ડ ઓપનિંગઃ નીતિનભાઈ ખજૂરભાઈનું વિશેષ સન્માન
ફેશન, પરંપરા અને સેવાભાવનાનો સમન્વય : શેરવાનીએ ભારતીય સંસ્કૃતિ, શાહી ઠાઠ અને પ્રસંગની ગરીમાનું પ્રતિક છેઃ વિકાસ નાવડીયા

રાજકોટઃ શહેરમાં લગ્નપ્રસંગો, શુભ પ્રસંગો અને પરંપરાગત પોશાકની પસંદગીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા શ્રી હરિ શેરવાની દ્વારા પેડક રોડ પર નવી શાખાના ગ્રાન્ડ ઓપનિંગ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ માત્ર એક વ્યવસાયની નવી શરૂઆત પૂરતો સીમિત નથી, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સન્માન. પરંપરાગત ભારતીય પોશાક પ્રત્યેન(ો પ્રેમ અને સામાજિક મૂલ્યોને પ્રાધાન્ય આપતી પ્રાધાન્ય આપતી વિચારધારાનું પ્રતીક પણ બની રહેશે તેમ જણાવાયુ હતું.
આ પ્રસંગે નીતિનભાઈ ખજૂરભાઈનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ પ્રકારની પહેલના માધ્યમથી સન્માન અને આદરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે
શેરવાની એ માત્ર એક પોશાક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, શાહી ઠાઠ અને પ્રસંગની ગરિમાનું પ્રતીક છે. લગ્નપ્રસંગ હોય, પરિવારનો શુભ અવસર હોય કે કોઈ વિશેષ સમારોહ, પરંપરાગત પોશાક વ્યક્તિના વ્યક્તિત્વને એક આગવી ઓળખ આધુનિક ભારતીય પરંપરાને જીવંત રાખવામાં આવા પોશાકનું વિશેષ મહત્વ હોવાનું જણાવાયું છે.
પેડક રોડ પર યોજાનાર આ ગ્રાન્ડ ઓપનિંગ શ્રી હરિ શેરવાની માટે નવી આશાઓ, નવા સંબંધો અને વ્યવસાયિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત બની રહેશે. તેમ જણાવાયું છે.
સ્થળઃ શ્રી હરિ શેરવાની, રણછોડનગર સોસાયટી, પેડક રોડ, પટેલવાડીની પાછળ, પ્રમુખ દર્શન કોમ્પલેક્ષની સામે, રાજકોટ (મો.૮૧૪૦૧ ૬૬૯૨૯), ૮૧૪૦૧ ૬૬૯૮૧).
તસ્વીરઃ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વિકાસભાઈ નાવડીયા (મો.૯૬૦૧૨ ૯૧૩૬૩) નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:36 PM IST)










