<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટની ભાગોળે વડવાજડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતા દંપતીના મોતથી અરેરાટી : પુત્રીને ઇજા

મુળ કડછ (ઘેડ) ગામના વતની અને હાલ ખીરસરા સ્‍થિત મિતેષભાઇ વાઘેલા પરિવાર સાથે રાજકોટ જતા'તાને જીવલેણ અકસ્‍માત નડયો

અકસ્‍માતમાં મોતને ભેટેલ દંપતિની ફાઇલ તસ્‍વીર અને ઇજાગ્રસ્‍ત બાળકી તેમજ અકસ્‍માતગ્રસ્‍ત બંન્ને વાહનો નજરે પડે છે. (તસ્‍વીરઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા) 

( ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.,૨૬ :  રાજકોટ-કાલાવડ રોડ પર વડ વાજડી ગામ પાસે ગત સાંજે  ટ્રક અને બાઈક વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં પતિ-પત્‍ની બંનેના ઘટનાસ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યા છે, જ્‍યારે તેમની ૫ વર્ષની માસૂમ દીકરી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે, આ અકસ્‍માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ મળતક બાઈક ચાલક મિતેષભાઈ ગોવિંદભાઈ વાધેલા ઉ.વ. ૩૩ અને તેમના પત્‍ની કવિતાબેન મિતેષભાઈ વાધેલા ઉ.વ. ૨૫ છે, મૂળ કળછ (ધેડ) ગામના વતની છે અને હાલ ખીરસરા રણમલજી નવા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા મિતેષભાઈ ફેક્‍ટરીમાં કામ કરતા હતા, તેઓ તેમના પત્‍ની અને દીકરી જીનલ ઉ.વ. ૫ સાથે એક્‍સેસ સ્‍કૂટર નંબર GJ ૨૫ AF ૬૨૩૫ પર રાજકોટ જઈ રહ્યા હતા, ત્‍યારે વડ વાજડી ગામ પાસે સામેથી આવતા ટ્રક નંબર GJ ૦૩ BY ૪૮૬૬ સાથે અકસ્‍માત સર્જાયો હતો, અકસ્‍માત એટલો ગંભીર હતો કે મિતેષભાઈ અને કવિતાબેનનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું, જ્‍યારે દીકરી જીનલને ઈજાઓ પહોંચતા તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી, વધુમાં ઘટનાસ્‍થળે મળત્‍યુ પામેલા કવિતાબેનને ૪ માસની પ્રેગ્નન્‍સી હોવાની માહિતી પણ મળી રહી છે, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્‍યું છે, આ અકસ્‍માત અંગે વધુ તપાસ મેટોડા GIDC પોલીસ ચલાવી રહી છે.

(11:56 AM IST)