તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
શહેર ભાજપમાં સંગઠનાત્મક નિમણૂકોઃ ત્રણ વોર્ડમા નવા મહામંત્રીની જાહેરાત
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વોર્ડ નં.૨માં પ્રિતેશભાઇ પોપટ ૮માં આશીષ ભટ્ટ તથા ૧૪માં સમીર પરમારની મહામંત્રીની નિમણૂક કરી

રાજકોટ, તા.૩૦: રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના શીર્ષસ્થ નેતળત્વ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજકોટ મહાનગરના ત્રણ વોર્ડમાં નવા વોર્ડ પ્રમુખોનીની નિમણૂક જાહેર કરી છે.પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર વોર્ડ નં. ૨ના વોર્ડ મહામંત્રી તરીકે પ્રિતેશભાઈ પોપટ, વોર્ડ નં. ૮ના વોર્ડ મહામંત્રી તરીકે આશિષભાઈ ભટ્ટ તથા વોર્ડ નં. ૧૪ના વોર્ડ મહામંત્રી તરીકે સમીરભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.
નવનિયુક્ત વોર્ડ મહામંત્રીને પોતાના વિસ્તારમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો સાથે સંકલન સાધવા અને ભાજપની નીતિઓ તથા સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવશે.
ત્રણેય વોર્ડમાં નવા મહામંત્રીની નિયુક્તિ થતાં સ્થાનિક ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષના આગેવાનો તથા કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી છે
(3:50 PM IST)










