<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ઉપલેટામાં ગેરકાયદે ચાલતી ડાલ્‍ડા ઘીની ભઠ્ઠીને સીલ મારવા આદેશોઃ રામપરામાં ગોૈચર જમીન પર દબાણો

કલેકટર કચેરીમાં જીલ્લા સ્‍વાગત ફરિયાદ કાર્યક્રમઃ ૧૭ અરજીઓનો નિકાલ

રાજકોટ, તા. ૩૦: રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો.ઓમપ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને  ‘જિલ્લા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્‍વાગત કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા અરજદારોની ૧૭ અરજીઓનું સકારાત્‍મક નિરાકરણ કરાયું હતું.

જેમાં ઉપલેટા ખાતે ગેરકાયદે ચાલતી ડાલ્‍ડા ઘીની ભઠ્ઠીને સીલ મારવા, કોટડા સાંગાણીના રામપરા ગામના ગૌચરની જમીન અને  સાર્વજનિક પ્‍લોટ પરના દબાણ દૂર કરવા સહિતની અરજીઓનું સ્‍થળ પર નિરાકરણ કરાયું હતું. કુલ ૪૧ અરજદારઓએ વ્‍યક્‍તિગત અને જનહિતનાં પ્રશ્નો સંદર્ભે અરજી કરી હતી. જે પૈકી ૨૫ અરજદારો સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સ્‍વાગત કાર્યક્રમમાં ગેરહાજર રહેલા અરજદારોની અરજીઓની સમીક્ષા કરી, તેનું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગનાં અધિકારીઓને કલેકટરશ્રીએ જરૂરી સૂચના  આપી હ તી.

 

(2:20 PM IST)