તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 27th July 2026
સસ્તા અનાજના દૂકાનદારોને અગાઉના મહિનાનું કમીશન મળી જાય તેવો આદેશ કરોઃ ચલણ મુદતમાં વધારો કરો
અનેક વેપારીઓ આર્થિક તંગી ભોગવી રહયા છેઃ ઉછીના નાણા લઇ ધંધો કરે છે!!

રાજકોટ, તા. ર૭: સસ્તા અનાજના દુકાનદાર એસો.ના મહામંત્રી હિતુભા જાડેજાએ એક યાદીમાં ઉમેર્યુ છે કે, સપ્ટેમ્બર માસમાં શરૂ થતા જન્માષ્ટમીના તહેવારો માટે રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ રેશનકાર્ડ ધારકોને એક લીટર તેલ અને એક કિલો ખાંડ રેશનકાર્ડ દીઠ વધારાની રાહત દરે ઓગસ્ટ માસમાં આપવામાં આવશે.
સપ્ટેમ્બર માસની શરૂઆતમાં તહેવારો શરૂ થતા હોય તહેવારમાં રાહત દરે આ જણસીઓ તહેવાર પહેલા જ ઓગસ્ટ મહિનામાં જ વિતરણ કરવાનું સરકાર દ્વારા ખુબજ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે જે સરાહનીય છે.
પરંતુ વાજબી ભાવ ના દુકાનદાર ભાઈઓ કે જે ખુબ ઓછા કમિશન ની કામ કરી રહ્યા છે અને હજુ જુન માસનુ કમીશન પણ પુરેપુરુ ચુકવવામાં આવ્યુ નથી ત્યારે રાજ્ય સરકાર ની કલ્યાણકારી યોજના અંતર્ગત રેગ્યુલર ખાંડ નમક તુવેરદાળ ચણા વગેરેના નાણા ભરવાના થતા હોય સાથે સાથે તહેવાર ની જણસીઓના નાણા પણ ચૌક્કસ સમય મર્યાદામાં ભરવાના થતા હોય ત્યારે વ્યાજબી ભાવના દુકાનદારો ભયંકર આર્થિક તંગી અનુભવી રહ્યા છે.
ઘણા બધા દુકાનદાર ભાઈઓ ઉછીના અને વ્યાજે પણ પૈસા લઈ અને આ બધી જણસિઓના નાણાં ભરતા હોય છે ઘણા કિસ્સાઓમાં બહારથી નાણા લેવામાં વેપારી ભાઈ છેતરતા પણ હોય છે સરકાર દ્વારા જેમ રેશનકાર્ડ ધારકોના હિતમાં જન્માષ્ટમી ના તહેવાર દરમિયાન આપવામાં આવતી જણસીઓ અગાઉથી મળી રહે એવો નિર્ણય લેવામાં આવ્યો છે એમ વ્યાજબી ભાવના દુકાનદારો ભાઈઓને પણ તેઓને અગાઉના મહિનાનું બાકી કમિશન મળી જાય અને ઓગસ્ટ માસના ચલણના ભરવાના થતા નાણામાં મુદતમાં વધારો કરવામાં આવે તો વેપારી ભાઈઓને થોડા ઘણા અંશે આર્થિક સંકળામણ અડધી થઈ શકે એમ છે
માનવીય અને સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં લઇ પુરવઠા નિગમ દ્વારા વેપારી ભાઈઓને નાણા ચુકવણી અને કમિશન બાબતે સરળતા કરી દેવામાં આવે એવી વેપારી ભાઈ તરફથી અમો વિનંતી કરીએ છીએ.
(3:16 PM IST)










