તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
રાજકોટમાં શરૂ થયેલ કાયમી લોક અદાલતનો વકીલોમાં વિરોધઃ અસંખ્ય વકીલોએ જનરલ બોર્ડની મીટીંગ બોલાવવા બાર એસો.ને પત્ર પાઠવ્યો
કાયમી લોક અદાલતની કાર્યવાહીથી વકીલો નવરાધૂપ થઈ જશે

રાજકોટ, તા.૨૩: રાજકોટમા શરૂ થયેલ કાયમી લોક અદાલતનો વીરોધ કરવા વકીલોએ રાજકોટ બાર એસોને પત્ર પાઠવી જનરલ બોડૅની મીટીંગ બોલાવવાની માંગણી કરી છે.
ગુજરાત કાનુની સેવા સતા મંડળ દ્વારા ગુજરાતના રાજકોટ સહીત ગુજરાતના ૪ જીલ્લા અમદાવાદ, સુરત, બરોડામા કાયમી લોક અદાલત શરૂ કરવામા આવેલ છે. જેમા પબ્લીક યુટીલીટી સર્વીસ જેમા ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સીયલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનીકેશન, પાવર એન્ડ વોટર વિગરે સામેના વિવાદો તથા તકરારો આ લોક અદાલતમાં પક્ષકારો દવારા ડાયરેકટ ઈ-મેલથી મેટર ફાઈલ કરવામા આવશે તેમજ તેની નોટીસ સામેની પાર્ટીને કરી બન્ને વચ્ચે કન્સીલીએશન કરી નીર્ણય કરવામા આવશે અને જો કન્સીલીયેશનમાં કોઈ નીર્ણય ન આવે તો લોક અદાલતના ચેરમેનશ્રી તેનો નીર્ણય કરશે અને જે નીર્ણય ડીક્રી ગણાશે તેવી જોગવાઈ કરવામા આવેલ છે.
આ કાર્યવાહીમા વકીલોએ રજુઆત કરવા માટે જરૂરી પરમીશન લેવાની રહેશે અને પરમીશન વગર કોઈ રજુઆત કરી શકશે નહી. આ કાયમી લોક અદાલતથી વકીલો નવરા થઈ જાશે વકીલો પાસે કોઈ કામ રહેશે નહી અને માત્ર કાયમી લોક અદાલતો પાસે જ કામ રહેશે અને એક તરફી મનમાની રહેશે તેમાં વકીલોનુ હીત અહીત જળવાશે નહી તેના માટે વકીલો એ એક થઈ લડત આપવાની જરૂરીયાત છે અને તે માટે જનરલ બોર્ડ બોલાવી તમામના મંતવ્યો લઈ આગળની કાર્યવાહી કરવ અસંખ્ય વકીલોએ એક પત્ર પાઠવી માંગણી કરી છે.
હાલમા જે લોક અદાલત યોજવામા આવતી હોય છે તેમા પ્રોહીબીશન જુગારધારાના કેસોમા ડાયરેકટ પોલીસ સ્ટેશનમાથી પોલીસો દંડ અને કબુલાત લઈ અને આરોપી પાસેથી વધુ વળતર લઈ કોર્ટ પાસે રજુ કરતા હોય કોર્ટો પણ વકીલોના વકીલાતનામા વગર આવી કબુલાતો માન્ય કરતી હોય તે તાત્કાલીક બંધ કરવા અમારી વકીલોએ પત્રમાંરજુઆત કરી છે.
(3:27 PM IST)










