News of Thursday, 7th May 2026
૧૭મીએ બાળકો માટે ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટઃ ૨૧ હજારના રોકડ ઇનામો

રાજકોટઃ બુધ્ધિમતાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અનેરૂ સ્થાન છે તેવી ચેસ રમતની ઓપન ગૂજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉનાળાના વેકેશનને વિશેષ ધ્યાનમાં રાખી બાળકો માટે કે જેની ઉંમર અન્ડર- ૭,૯, ૧૧, ૧૩, ૧૫ની અંદર છે,જેમાં બોયઝ તથા ગર્લ્સ સાથે તેમજ અલગથી લેડીઝ કેટેગરી અને ઓપન કેટેગરી માટે પણ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. બધી જ રમતો અલગ અલગ કેટેગરીમાં રમાડવામાં આવશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનીયન રાજકોટ તથા હિન્દુસ્તાન પ્રોજેકટ ભીમાભાઈ કેશવાલાના સહયોગથી તેમજ એચવાયકેજે ચેસ એકેડમી રાજકોટ ધ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટ આગામી તા ૧૭ને રવિવારના રોજ રેલ્વે લોકો કોલોની કોમ્યુનીટી હોલ, મારૂતીનંદન હનુમાનજી મંદિર પાસે, જામનગર રોડ રાજકોટ ખાતે યોજાશે.
આ ટૂર્નામેન્ટના મુખ્ય ડાયરેકટર યોગેન્દ્રસિંહ જેઠવા તેમજ કન્વીન્યર તરીકે હરીન્દ્રસિંહ જેઠવા તેમજ ઘોઘુભા જાડેજા (ઘંટેશ્વર)-પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, રાજકોટ, ભીમાભાઈ કેશવાલા, હિન્દુસ્તાન પ્રોજેકટ, પ્રફુલભાઈ નળીયાપરા (કર્ણાવતી સ્કુલ), રાજદીપસિંહ જાડેજા-રાજાભાઈ (વાવડી)-કોઠારીયા, ડી.વી. મહેતા-જય ઈન્ટરનેશન સ્કુલ, રાજકોટ નાગરિક સહકારી બેંક, જીવન કોમર્શિયલ બેંક, રાજકોટ, મુકેશભાઈ ભટ્ટ-માનવ મંદિર હોમયોપેથિક કિલનિક, રવિભાઈ ભટ્ટ-પ્રિન્સિપાલ, પ્રિન્સેસ સ્કુલ, રાજકોટ, જયપાલસિંહ ઝાલા-શ્રી શકિત એજયુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-નિશ્વલભાઈ સંઘવી-પ્રમુખ એહસાસ ટ્રસ્ટ, કૌશિકભાઈ સોલંકી-જયોતિ સીએનસી, કિન્નરીબેન પટેલ-ટ્રસ્ટી એહસાસ ટ્રસ્ટ, પરિનભાઈ પટેલ-ટ્રસ્ટી આરડીસીએ , શ્રી જે.વી. શાહ, સુરેશભાઈ મારૂ, પૂર્વ એએસઆઇનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.
આ ટુર્નામેન્ટ સ્વીસલીગ પધ્ધતિથી રમાશે રાઉન્ડમાં જરૂરીયાત મુજબ રમાડવામાં આવશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ચેસ સેટ ફરજિયાત અને જો ચેસ કલોક હોય તો સાથે લાવવાની રહેશે જેમાં ટાઈમ ૨૦ મિનિટને ૧૦ સેકન્ડ ઈન્ક્રીમેન્ટ રહેશે. કુલ રૂા. ૨૧ હજાર ના કેશ પ્રાઈમ ઈનામ તથા ૨૮ શિલ્ડ ટ્રોફી અને ૪૨ મેડલ, વિજેતા થયેલ ખેલાડીઓને પારિતોષિક રૂપે આપવામાં આવશે.તસ્વીરમાં કિશોરસિંહ જેઠવા, કિરીટસિંહ જાડેજા, બલદેવસિંહ ગોહિલ, આર.વી. મહેતા, લલિતભાઇ નિર્મળ, મીનેશભાઇ દેડકીયા, હરિન્દ્રસિંહ જેઠવા, જીજ્ઞેશ ધનેશા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:20 PM IST)










