તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
પ્રજાની વચ્ચે રહીને સેવા કરવાનો અવસર માત્ર પોલીસ દળને જ મળે છે : પૂ.જે.પી.ગુરૂદેવ
પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો સેમિનારઃ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા તથા અધિકારીઓ જોડાયા : ખાખીની માનવતાની પહેલને શુભકામના પાઠવતા જૈનાચાર્ય પૂ. જયપ્રભ સૂરીશ્વરજી મ.સા.

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત એક સેમિનારમાં પૂજ્ય જૈનાચાર્ય શ્રી જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે (જે.પી.ગુરૂદેવ) ફરમાવતા જણાવ્યું કે, પ્રજાની વચ્ચે રહીને/જઈને સેવા કરવાનો જો અવસર મળતો હોય તો તે માત્ર પોલીસ દળને જ મળે છે માટે પોલીસે વર્દીની વફાદારી, નોકરીમાં ઇમાનદારી, કામની જવાબદારી અને જીવનની સમજદારીને ખૂબ જ અદભૂત રીતે અસરકારક તરીકે નિભાવવી જોઈએ.
પૂજ્ય ગુરૂદેવે પોલીસ દળને માટે એક મજબૂત સૂત્ર પ્રદાન કરતા કહ્યું કે, ÒÒÂýãUæÚUæØ âç‹ÙçãUÌÑ ÁØæØ ÂýçàæçÿæÌæ..ÓÓ ¥ÍæüÌ÷ જયાં પણ ખોટું થતું દેખાય ત્યાં જોરદાર પ્રહાર કરી ખરાબને ખત્મ કરો વિજયની તાલીમ માટે કટિબદ્ધ રહો.
ખોટું થતું હોય ત્યાં જરા પણ દયા નહીં ખાવાની, એનો ખાત્મો બોલાવશો તો જ તમારી વર્દી થકી તમે પ્રજાની, રાજ્યની અને દેશની સુંદર/સ્વચ્છ/સફળ સેવા કરી શકશો.
પોલીસ એ પ્રજાની રક્ષા કરવા માટે કાનૂની અધિકારો સાથે સરકાર દ્વારા નિમણૂંક થયેલ એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે ને સર્વના સુખ-ચેનનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે.
કમિશનર ઓફિસના પ્રાંગણમાં ઝા સાહેબ દ્વારા આયોજિત‘‘ખાખીની માનવતા'' ના સુંદર આયોજનથી ગરીબ માણસોને જરૂરિયાતમંદ લોકોને માટે જે સહાયતા ઊભી કરી છે તે ખરેખર એક ખૂબ જ ઉમદા પહેલ છે. બસ, આવા કાર્યો થકી પોલીસની છબી સદૈવ ઉજળી ઊજળી બનાવી રાખો એવી શુભકામના પૂ. જે.પી. ગુરૂદેવે પાઠવી હતી.
આ અવસરે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા એડિશનલ CP ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ. બાંગરવા, ડીસીપી ઝોન ૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન ૨ રાકેશ દેસાઈ, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, ૪ એસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશાળ સંખ્યામાં પોલીસ દળ ઉપસ્થિત રહેલ અને ગુરુ વાણીનો લાભ પ્રાપ્ત કરેલ.
(2:27 PM IST)










