<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

જાહેરમાં બાંધકામ વેસ્ટ નાખવા બદલ એકને ૧૦ હજારનો દંડ

શહેરના વોર્ડ નં.૧૧ના સહજાનંદ પાર્કમાં કચરો નખાયેલઃ સોલીડ વેસ્ટ શાખાની કામગીરી

રાજકોટ, તા.૩: શહેરના વોર્ડ ન ૧૧ ખાતે આવેલ  સહજાનંદ પાર્કમાં  જાહેર જગ્યા પર C & D (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા  વ્યકિત પાસેથી રૃ. ૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાની  સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. ૦ના રોજ વોર્ડ ન ૧૧ ખાતે આવેલ  સહજાનંદ પાર્કમાં  જાહેર જગ્યા પર C & D (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ આસામી  પાસેથી રૃ ૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

આ કામગીરી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર ની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૧૧ના, સેનીટેશન ઓફિસર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ શહેરના શહેરીજનોને જાહેર જગ્યામાં C & D (બાંધકામ) વેસ્ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:34 PM IST)