તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
શ્રી રામ સેવા ગૃપ દ્વારા ગુરૂવારે વન-ડે સ્પેશ્યલ નવરાત્રી

રાજકોટ : નવરાત્રીના પાવન પર્વને માત્ર રાસ-ગરબા અને મનોરંજન પુરતું સિમીત ન રાખી, તેને ગૌસેવા, જીવદયા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના સાથે જોડવાના ઉમદા હેતુ સાથે શ્રી રામ સેવા ગૃપ, રાજકોટ દ્વારા નિરાધાર અને અસહાય ગૌમાતા તથા અબોલ જીવોના હિતાર્થે વન-ડે સ્પેશ્યિલ નવરાત્રી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન થકી પ્રાપ્ત થનારી રકમ નિરાધાર તથા અસહાય ગાયો તમેજ અબોલ પશુઓના હિતાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. નવરાત્રીની એક સાંજનો આનંદ અબોલ જીવો માટે સહાય અને સેવાનું સાધન બને તેવો આ સંવેદનાસભાર પ્રયાસ હોવાનું યાદીમાં જણાવાયું છે. વન-ડે સ્પેશ્યિલ નવરાત્રી - તા. ૮ ગુરૂવારે રાત્રે ૮ વાગ્યાથી ટીલાળા ચોકની પાસે, રામાધણી રાસઉત્સવ ગ્રાઉન્ડ, રાજકિંગ પાર્ટી પ્લોટની બાજુમાં, ન્યુ ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
પાસની ફી રૂા. ૧૦૦ રાખેલ છે. જે મેળવવા માટે ૧. રામદેવ મોબાઇલ - હીરદર્શન આર્કેડ, રવેચી હોટલ પાસે, મહાપૂજાધામ ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ, ર. ખોડિયાર હોટલ - ખીજડાવાળો મેઇન રોડ, મામા સાહેબના મંદિર પહેલા, રાજકોટ, ૩. પરફેટ મેટલ - ઉમિયા ચોક, દ્વારકાધીશ હોટલ પાસે, ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ. સંપર્ક ૯૦પ૪ર૮૭રર૮ / ૭૭૭૯૦૧૧૦૧૦ તેમ સંસ્થાના ચેરમેન : જયુભા સી. રહેવાર અને ટ્રસ્ટી : આનંદભાઇ ગોસ્વામી / રવિભાઇ રાઠોડની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:17 PM IST)










