<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા એકદિવસીય શરદોત્સવ રાસોત્સવ

ગીત સંગીતની રમઝટ સાથે ખેલૈયાઓ રાસગરબાની જમાવટ કરશે : વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાશે : સહકારી મંડળીની સ્થાપનાની ઘોષણા કરાશે

રાજકોટ : દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ/ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ પ્રેરિત સમસ્ત ગોસ્વામી સમાજ માટે તા. ૨૨/૧૦ ગુરુવારના રોજ સાંજે ૭  થી ૧૧:૩૦  એક દિવસીય શરદોત્સવનું આયોજન ફકત ગોસ્વામી સમાજના ભાઈઓ/બહેનો માટે આદર્શ શરદોત્સવનું જસાણી સ્કૂલ કમ્પાઉન્ડ, પી.ડી. માલવીયા કોલેજ સામે, ગોંડલ રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ રાસોત્સવમાં તમામ લોકો માટે મહીકાના પ્રખ્યાત પુડલા-જલેબી/ગિરનારી ખીચડીનું ભોજન વ્યવસ્થા પણ રાખેલ  હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ પારીવારીક માહોલમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમની શરૂઆત ભારત માતા અને ભગવાન ભોળાનાથ અને માતાજી સમક્ષ દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવશે. ત્યારબાદ મહાઆરતી થશે અને વંદે માતરમ ગાનથી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે.

૧૨૦૦ જેટલા ખેલૈયાઓ એક લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમમાં રાસ ગરબાનો આનંદ માણી શકશે. આ માટે મેદાન બે હજાર જગ્યામાં ટુ લેયર કાર્પેટ લગાડવામાં આવેલ છે. સ્ક્રીન પણ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં ઇનામોની વણઝાર રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આયોજનનો  સફળ બનાવવા દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળના અધ્યક્ષ પ્રફુલગિરી ત્રિભુવનગીરી, ઉપાધ્યક્ષ જ્યોતિષગીરી રામગીરી તથા ગૌતમગીરી ચમનગીરી, પ્રમુખશ્રી પ્રવીણભારથી ધરમભારથી, મહામંત્રીશ્રી ભુપતપુરી મહાદેવપુરી, ઉપપ્રમુખો દીપકગીરી બાબુગિરી, અસ્વિનગીરી, હીરાગીરી,વિજયગીરી અમૃતગીરી, કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રગીરી યતુરગીરી, સહમંત્રી સર્વશ્રી સુરેશગીરી શાંતિગિરી,વિરલપૂરી ધરમપુરી, અમિતગીરી રાજેશગીરી, સંગઠનમંત્રી શ્રીવિપુલગિરી પરસોત્તમગીરી તેમજ પ્રચાર પ્રસાર મંત્રીશ્રી અમૂલગીરી અરવિંદગીરી અને આશિષપુરી મગનપુરી જાહેમત ઉઠાવી રહ્યા છે.

સમાજના સિનિયર પદાધિકારીઓ શાંતિગીરી સામંતગીરી, પ્રવીણપુરી ઝવેરપુરી, પ્રમોદપૂરી મોહનપુરી, પ્રવીણભારથી પ્રતાપભારથી, જીતેશગીરી ત્રિભુવનગીરી, અજયવન રમેશવન, બીપિનગીરી હરીગીરી, રાજેશગીરી ઈશ્વરગીરી, ગજેન્દ્રપુરી વિનયપુરી, ચિરાગગીરી પ્રફુલગિરી,હરેશગીરી પ્રભાતગિરી, યશવંતગીરી કેશવગીરી, મહેશગીરી શંભુગીરી વગેરેના માર્ગદર્શનથી જીવતગીરી કાવણીરી મહેશગીરી શંભુગીરી વગેરેના માર્ગદર્શનથી આ કાર્યક્રમ યોજાઇ રહ્યાનું જણાવાયું છે.

મંડળના કાર્યકરો વિશાલભારથી હિંમતભારથી, કૈલાશગીરી હંસગીરી, જનકપુરી રમણીકપુરી, આશિષપુરી મગનપુરી, હરેશભારથી હસમુખભારથી, મિહિરગીરી, કૈલાશપુરી ચંદુપુરી, મનીષગીરી કનુગીરી, રૂષીતગીરી રાજુગીરી, ભાવિકપુરી રાજેશપુરી, સંજયગીરી રાજેશગીરી, અંકિતપુરી, મૌલિકગિરી અશ્વિનગીરી, અજયભારથી અશ્વિનભારથી, અજયવન રમેશવન, ભાવેશગીરી નટવરગીરી, સાવનગીરી રાજેશગીરી, હિતેશ ભારથી વિનોદભારથી, હાર્દિકપૂરી મુકેશપુરી, આશિષભારથી કિરણભારથી જાહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પ્રવીણભારથી ધરમભારથી, રામદેવપુરી અશોકપુરી, રમેશગીરી જગદીશગીરી (ખેરડી), પ્રફુલગિરી ત્રિભુવનગીરીનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.

આ કાર્યક્રમના પાસ માટે ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ - જયગીરી ગોસાઇ - મો. ૯૯૦૪૬૩૩૮૩પ, ઓમ સ્ટુડીઓ- સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ,P.D.માલવિયા પાછળ-ધર્મેન્દ્રગીરી ચતુરગીરી-મો.૯૨૨૭૫૬૪૦૪૧.

શિવપાન-વીરલપૂરી ધરમપૂરી-ભવનાથ પાર્ક શોપિંગ સેન્ટર, નયન સ્ટુડીઓની બાજુમાં હરીધવા રોડના છેડે, કોઠારિયા રોડ - મો.૮૪૬૦૮૮૮૮૧૫.

રોયલ સ્પોર્ટ્સવેર- મનીશગીરી કનુગીરી- માધાપર ચોક, માધાપર ગેટ પાસે, રોયલ કોમ્પલેક્ષ, જામનગર રોડ-મો.૮૫૩૦૦૦૦૮૩૫.

સુરેશગીરી શાંતિગીરી - મહિલા કોલેજ ચોક, ઇન્ડીયન ઓવસીઝ બેંક, મો.૯૯૯૮૭૪૦૩૭૩

રુદ્રાક્ષ પ્રિન્ટસ,૩ - ભકિતનગર સ્ટેશન પ્લોટ, જલારામ ટ્રાન્સપોર્ટની બાજુમાં - મો. ૯૯૭૪૪૪૯૧૬૭ સંપર્ક કરવો.

તસ્વીરમાં પ્રફેલગિરિ ત્રિભુવનગિરિ, પ્રવિણભારથ ધરમભારથી, અશ્વિનગિરિ હિરાગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, અજયવન રમેશવન, વિપુલગિરિ પરસોત્તમગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, જયોતિશગિરિ રામગિરિ, સુરેશગિરિ શાંતિગિરિ, કૈલાસગિરિ હંસગિરિ, જનકપુરી રમણિકપુરી, કૈલાસપુરી ચંદ્રપુરી, સંજયગિરિ રાજેન્દ્રગિરિ, હરેશભારથી હસમુખભારથી, વિશાલભારથી હિંમતભારથી નજરે પડે છે.  (તસ્વીર : અભિજીત બગથરીયા)

(2:36 PM IST)