તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
સ્મિત પ્રતિક મહિલા મંડળ દ્વારા ૧૪મીએ ‘વન-ડે નવરાત્રી ગરબા'
વેલ પ્લે, વેલડ્રેસ સહિતના ઈનામોની વણઝારઃ બહેનોએ એન્ટ્રી નોંધાવી દેવી

રાજકોટઃ સ્મિત પ્રતિક મહિલા મંડળ દ્વારા નવરાત્રી વન ડે ગરબા-સભ્ય બહેનો તથા શહેરના અન્ય બહેનો માટે ‘વન-ડે નવરાત્રી ગરબા'નું આયોજન કરવામાં આવેલ છે.
મેલોડી મયુર કારીઆના સથવારે બહેનો ગરબાની રમઝટ બોલાવશે. દરેક ભાગ લેનાર બહેનો માટે વેલપ્લે અને વેલડ્રેસના વિજેતા બહેનોને ઈનામ આપવામાં આવશે. નવરાત્રીને અનુરૂપ વેલડ્રેસ, ગુજરાત સાડી, ચણિયા ચોલી સાથે ફુલ મેચિંગનું પણ મહત્વ ગણાશે સાથે ટીટોડામાં જે બહેનો સારી રીતે લેતા હશે તેમને પણ ઈનામ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્મિત પ્રતિક મહિલા મંડળ છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટ શહેરમાં કાર્યરત અને સભ્ય બહેનો મેમ્બરશીપ ધરાવે છે. મંડળના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને સુપર કમિટિના સથવારે કાર્યક્રમો યોજાય છે.
કાર્યક્રમ તા.૧૪ના બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યાથી ભગવાન ભુવન વાડી ૧૧, પંચાનથ પ્લોટ, રાજકોટ ખાતે યોજાશે. રૂ.૧૦૦ રાખેલ છે.
આ અંગે વધુ માહિતી માટે પ્રીતિબેન ગાંધી (મો.૯૭૭૩૦ ૫૬૭૫૫), ભારતીબેન ખોખાણી (મો.૯૮૨૫૭ ૫૭૦૪૬), ઇન્દુબેન ગોહિલ (મો.૯૮૨૫૦ ૮૭૬૬૮), પ્રફુલાબેન મહેતા પ્રમુખ પૂર્વ કોર્પોરેટર (મો.૯૪૨૮૮ ૯૦૨૭૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:32 PM IST)










