<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

રવિવારે વિશ્વાસ કરાઓકે પ્‍લેટફોર્મના કલાસાધકો લોકમેળામાં ગીતોનો કાર્યક્રમ રજૂ કરશે

 

રાજકોટ : ગુજરાત રાજય યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર - રાજકોટ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તથા સંયુકત પેન્‍શનર્સ મંડળના સહઉપક્રમે રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતેના ‘‘વિરાસતથી વિકાસ'' જન્‍માષ્‍ટમી લોકમેળામાં ‘‘વિશ્વાસ કરાઓ કે પ્‍લેટફોર્મ''ના કલાસાધક ભાઇ-બહેનો હિન્‍દી, ગુજરાતી ગીતો-ગઝલનો રસપ્રદ શૈલીમાં કાર્યક્રમ રજૂ કરશે. તા. ૬ સપ્‍ટેમ્‍બર રવિવારના બપોરે ત્રણ કલાકથી લોકમેળાના મુખ્‍ય સ્‍ટેજ પરથી આ કાર્યક્રમ પ્રસ્‍તુત થશે. જાણીતા લોકગાયક-સાહિત્‍યકાર અને શિક્ષણપારંગત પિયુષભાઇ હિન્‍ડોચા સમગ્ર કાર્યક્રમનું લોકઢબે આગવી શૈલીમાં સંચાલન કરશે. કાર્યક્રમમાં નામાંકિત કલાકારો કિશોરભાઇ સાપરીયા, કિશોરભાઇ ગઢીયા, મગનભાઇ જાદવ, ઇલાબેન ધોળકીયા, મુમતાઝબેન સમા, પારૂલબેન ચેલાણી, પ્રભાબેન કામાણી, ડૉ. અનિલ સાવલીયા, હરેશભાઇ ભાલાલા વિગેરે પોતાની કૃતિ રજુ કરશે. વધુ માહિતી માટે મો. ૯૪ર૮૪૬પ૯૮૭ .

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પિયુષભાઇ હિન્‍ડોચા, કિશોરભાઇ સાપરીયા, કિશોર ગઢીયા, ઇલાબેન ધોળકીયા, પારૂલબેન ચેલાણી, પ્રભાબેન કામાણી, મગનભાઇ જાદવ, જીતુભાઇ શિંગાળા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:45 PM IST)