તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
ઘનતેરસના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ જામ્યો
ભાવમાં ઘટાડાને પગલે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ :સોના- ચાંદીના સિક્કા સહીત હળવા વજનના મનમોહક ડીઝાઇનના આભૂષણોનું ખરીદી માટે જ્વેલર્સમાં ગ્રાહકોની ભીડ ઉમટી

રાજકોટ તા/6 પ્રકાશ પર્વ દિવાળીને વધાવવા જન જનમાં ઉમંગ ઉત્સાહનો અભૂતપૂર્વ સંચાર થયો છે દરેક બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે ધનતેરસની ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટ શરુ થયો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ સાથે ખરીદીનો માહોલ જામ્યો હતો સાંજથી ગ્રાહકી વધવાની આશા વ્યક્ત થઇ રહી છે ધનતેરસના શુકનવંતા અવસરે ઝવેરીબજાર આજે મોડી રાત્ર સુધી ધમધમશે
પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે વેપારીઓના માનવા મુજબ ધનતેરસના શુકનવતા અવસરે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ છે
ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે
વેપારીઓના જણાવ્યા મુજબ ધનતેરસના અવસરેશુકનવંતીખરીદીનો ધમધમાટ જામ્યો છે આજ સવારથી જ ગ્રાહકીનો માહોલ સર્જાયો છે ખરીદીના ટ્રેન્ડ અંગે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં સોનાના સિક્કાનું ધૂમ વેચાણ સાથે હળવા વજનના દાગીના તેમજ બ્રાઇડલ જવેલરીનું પણ વેચાણ થઇરહયું છે સામાન્ય દિવસો કરતા ગ્રાહાકીમાં વધારો થયો છે અને મોડીરાત સુધી ખરીદી રહે તેવી ધારણા છે
ઘનતેરસના અવસરે સોનાના દાગીનાની ખરીદી માટે ઉતમ ગણાય છે આ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી રહ્યા છે તેમ જણાવી વેપારીઓ વધુમાં જણાવે છે કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ડાયમંડ જવેલરીમાં લાઈટ વેઇટ જવેલરીમાં અદભુત વેરાઈટી-આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે
ધનતેરસના પર્વે ઝવેરી બજારમાં શુકનવંતી ખરીદી વધી છે ગ્રાહકો હળવા ભારે વજનના દાગીનાઓ ખરીદી રહ્યાં છે સામાન્ય દિવસો કરતા ગ્રાહાકીમાં વધારો થયાનું જણાવી વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સાંજથી ખરીદીમાં વધારો થશે અને ગ્રાહકો શુકનવંતી ખરીદી માટે ઉમટી પડશે તેવી આશા તેવી આશા વ્યક્ત કરી હતી સોનાના દાગીના ઉપરાંત ડાયમંડ જવેલરીની પણ જબરી માંગ રહેવાની ધારણા છે
(1:05 PM IST)










