<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

બકરી ઇદ નિમિતે રાજકોટ મહાજન પાંજરાપોળ ૭પ૦થી વધારે જીવોને સંભાળી આશ્રય અપાયો

રાજકોટ, તા. ૧ : રાજકોટ મહાજન પાંજરાપોળ છેલ્લા ૧૩૦ વર્ષથી અવિરતપણે જીવદયાકાર્ય કરી રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બકરી ઇદના દિવસે રાજકોટ તેમજ બહારગામની સંસ્‍થાઓ તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા ૭પ૦થી પણ વધુ પશુઓને કતલખાનેથી બચાવી પાંજરાપોળમાં સ્‍વીકારવામાં આવેલ છે અને તેમનો કાયમી નિભાવ પાંજરાપોળ કરે છે.

અર્હમ યુવા સેવા ગૃપ રાજકોટ જીવ-૩૩૦, શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્‍ટ-૭ર, અરિહંત અનુકંપા ગૃપ-૧૦૭ તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા રપ૦ જેટલા જીવો કતલખાનેથી છોડાવી અને તેમને રાજકોટ મહાજન પાંજરાપોળમાં સંભાળવામાં આવેલ છે. અર્હમ યુવા સેવા ગૃપ, રાજકોટ (પરમ પૂજય રાષ્‍ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ) દ્વારા આ ૩૩૦ જીવોના નિભાવ માટે રૂા. ૧૧,૦૦,૦૦૦/- નિભાવ માટે આપવાનું પણ જણાવેલ છે.

આ તમામ સંસ્‍થા તેમજ જીવદયાપ્રેમીઓનો રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્‍ટીઓ, શ્રેયસભાઇ વિરાણી, કરણભાઇ શાહ, મુકેશભાઇ બાટવીયા, પંકજભાઇ કોઠારી, સુમનભાઇ કામદાર દ્વારા અનુમોદના કરે છે. 

(3:17 PM IST)