<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

રાજકોટ રેલ્‍વે પોલીસે વધુ એક વખત ૬.૧૫ લાખની કિમતી ધાતુની હેરફર પકડી પાડી

બે દિવસ પહેલા ઉદય કાર્ગોનો ૧૪.૫૩ લાખનો કોપરનો જથ્‍થો પકડયા બાદ વધુ એક કામગીરી : અમદાવાદથી આવેલુ પાર્સલ શાપર લઇ જવાનું હતું: ડીવાયએસપી એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, પીએસઆઇ કે. યુ. વાળા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: રેલવે પોલીસે વધુ એક વખત રેલ્‍વે પાર્સલમાં મોકલવામાં આવેલી કિંમતી ધાતુની હેરફેર પકડી પાડી હતી. બે દિવસ પહેલા સામા કાંઠાના ઉદય કાર્ગોના ૧૪.૫૩ લાખની  કિંમતનો કોપરનો શંકાસ્‍પદ જથ્‍થો ઝડપી લીધો હતો.  ત્‍યાં વધુ એક વખત આ જ કાર્ગો કંપનીનો આવો રૂા. ૬,૧૫,૩૪૦નો ૫૯.૪૦૦ કિલોગ્રામ ધાતુનો જથ્‍થો ઝડપી લેવાયો છે. આ જથ્‍થો રેલ્‍વે સ્‍ટેશનના પાર્સલ વિભાગમાંથી ટ્રક મારતફ શાપર તરફ લઇ જવામાં આવતો હતો. આ માલ પણ ઉદય કાર્ગોનો હોવાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પヘમિ રેલવેના અધિક મહાન નિર્દેશક કે.એન.ડામોર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્‍ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બલભદ્રસિંહ જે.જાડેજા, કે.યુ.વાળા તથા ટીમ આગામી દિવાળીના તહેવારોને લઈ ટ્રેન મારફત દારૂ કે માદક પદાર્થનો જથ્‍થો તથા શંકાસ્‍પદ વસ્‍તુની હેરાફેરી ન થાય તે માટે તપાસમાં હતો. દરમિયાન કોન્‍સ્‍ટેબલ દેવેન્‍દ્રભાઈ અને સાગરભાઇને એવી હકીકત મળી હતી કે, રેલવેમાં પાર્સલ વિભાગમાં આવેલા શંકાસ્‍પદ ધાતુના પાર્સલ આઇશર ટ્રક જીજે૦૩એટી-૩૯૪૮માં ભરી લેવામાં આવ્‍યા છે.

આ માહિતી પરથી પોલીસે ટ્રક આંતરી તલાશી લેતાં રૂા. ૬,૧૫,૩૪૦ની કિંમતી ધાતુ મળી આવી હતી. બીલ વગરનો આ માલ જીએસટી ચોરીના ઇરાદે આ રીતે પાર્સલથી મંગાવાયો હતો. પ્રાથમિક તપાસમાં આ પાર્સલ પણ રેલ્‍વે સાથે લીઝ ધરાવતાં ઉદય કાર્ગોના હોવાનું અને આ પાર્સલ શાપર તરફ જતાં હોવાનું ખુલ્‍યું હતુ. પોલીસે ધાતુ અને ટ્રક મળી રૂા. ૧૧,૧૫,૩૪૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ઇન્‍ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા, પીએસઆઇ બી. જે. જાડેજા, પીએસઆઇ કે. યુ. વાળા , હેડકોન્‍સ. મનસુખભાઇ , સાગરભાઇ, મેહુલભાઇ, શક્‍તિસિંહ, જયવીરસિંહ, વનરાજભાઇ, વિપુલભાઇ, યશપાલસિંહ, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ, સાગરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:17 PM IST)