હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રના ચઢાવા બોલાયાઃ કાલથી વાંચનનો પ્રારંભ
પર્યુષણના પાવનકારી દિવસોમાં જૈન સમાજમાં તપ, ત્યાગ તથા આરાધનાની હેલી : પ્રભુ વિરને વધાવવા જૈનોમાં અનેરો ઉત્સાહ : ઉપાશ્રયોમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાન માળાઓ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ત્રીજા દિવસે જૈન સમાજ ભકિતમાં લીન બન્યો છે. ઉપવાસ, એકાસણા, અઠ્ઠાઈ સહિતના તપ આરાધના પુરબહારમાં છે. રાજકોટના જુના એરપોર્ટ સ્થિત શાંતિનાથ દેરાસર ખાતે પ્રભુજીની મનમોહક આંગીના દર્શન તથા પૂજાનો શ્રાવકોએ લાભ લીધો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૧૦: પવિત્ર પર્યુષણમાં આજે ત્રીજા દિવસે વ્યાખ્યાન દરમિયાન પૂ.ગુરૂભગવંતોએ કલ્પસૂત્રોના મહિમા સમજાવ્યો હતો અને ઉછામણી કરાઇ હતી. કાલે ચોથા દિવસે દેરાવાસી સંઘોમાં કલ્પસૂત્ર વાંચનની શરૂઆત થશે.
જૈન દર્શનનો પાયો સર્વત્યાગનો છે. આમ છતાં દરેક જૈન જે કંઇ છોડી શકે તેને ત્યાગરૂપ ગણવામાં આવ્યુ છે. આવા ત્યાગની પરંપરા હજારો વર્ષથી ચાલી આવી છે.
પર્વાધિરાજ પર્યુષણમાં જૈનો ત્રણ દિવસથી આરાધનામાં લીન છે. અને આવતીકાલથી મૂર્તિપૂજક સંઘો ‘કલ્પઘર' થી કલ્પસૂત્ર વાંચનની શરૂઆત કરશે. અને શનિવારે મહાવીર સ્વામીનું જન્મ વાંચન થશે અને ૧૪ સ્વપ્નોની ઉછામણી કરાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાશે.
કાલે માંડવી ચોક, વર્ધમાનનગર, બાવન જીનાલય, મણીયાર દેરાસર, જાથનાથ દેરાસર, શાંતિનાથ એરપોર્ટ રોડ જીનાલય, નાગેશ્વર પાર્ヘનાથ, કાલાવડ રોડ, શ્રમજીવી કાચનું જીનાલય, યુનિ. રોડ જૈન સંઘ જીરાવાલા દેરાસર, રૈયા હીલ દેરાસર વગેરે દેરાસર ખાતે મહાવીર જન્મ વાંચન કરવામાં આવશે.
જ્યારે સ્થાનકવાસી જૈન સંઘોમાં આજે પર્યુષણ પર્વ ઉપર પૂ. ભગવંતોના શ્રીમુખેથી પ્રવચનો તથા ધાર્મિક આયોજનો યોજાયા હતા.
આજે કલ્પસૂત્રના મહિમા દર્શાવવા દરમિયાન કલ્પસુત્રની ઉછામણી કરવામાં આવી હતી. અને જે ભાગ્યશાળીએ પોથી ઉછામણીનો લાભ લીધો છે તે પોથી પોતાના નિવાસે વાજતે-ગાજતે લઇ ગયા હતા. કાલે સવારે પૂ. ભગવંતોને કલ્પસૂત્ર વોરાવીને વાંચન શરૂ થશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ રહી છે. જિનાલયોમાં પ્રભુજીની ભવ્ય અંગરચના, ભકિત સંગીત તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા જૈનો પર્વાધિરાજ તપ, જપ અને ત્યાગની આરાધના કરી રહ્યા છે.
જ્ઞાની ભગવંતોએ પર્યુષણ મહાપર્વના દિવસોમાં ક્રમશઃ મહાપર્વના પાંચ કર્તવ્યો, વાર્ષિક ૧૧ કર્તવ્યો, પર્વનું પૌષધ કર્તવ્ય અને દૈનિક છ કર્તવ્યો બતાવાયા છે જેમાં દેવપુજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ તપ તથા દાન વગેરે ઉપરોકત કર્તવ્ય દૈનિક છે તેથી રોજ કરવા જોઇએ આજે ચૌદશ હોવાથી સાંજે પખ્ખી પ્રતિક્રમણ કરવામાં આવેલ.
આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે વ્યાખ્યાનમાં ગુરૂ ભગવંતો પૌષધ વ્રતનું મહત્વ સમજાવેલ. પર્વના દિવસોમાં શાષાકારોએ ખાવા-પીવાની લોલુપતા છોડવા, વાસનાઓથી દૂર રહેવા પૌષધ વ્રતની આરાધના બતાવી છે










