<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટમાં કાલે ‘એન.પી.એસ સંચય આઉટરીચ કાર્યક્રમ'

ખેડૂતો, ગ્રામ્‍ય ઉદ્યોગકારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પેન્‍શન સુરક્ષા સાથે જોડવાની પહેલ : બિઝનેસ કોરસ્‍પોન્‍ડન્‍ટ્‍સ તથા કોમન સર્વિસ સેન્‍ટર અને વિલેજ લેવલ એન્‍ટરપ્રેન્‍યોર્સ માટે વિશેષ તાલીમ સત્ર

રાજકોટ તા.૨૬:  પેન્‍શન ફંડ રેગ્‍યુલેટર એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (PFRDA)ના માર્ગદર્શન હેઠળ તથા રાજ્‍ય સ્‍તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતના સહયોગથી લીડ બેંક - સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, રાજકોટ દ્વારા આગામી તારીખ ૨૭/૧૧/૨૦૨૬, શુક્રવારના રોજ રાજકોટ સ્‍થિત સયાજી હોટેલ ખાતે વિશેષ ‘એન.પી.એસ સંચય આઉટરીચ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ ખેડૂતો, ખેડૂત ઉત્‍પાદક સંગઠનો (FPO), ગ્રામ્‍ય ઉદ્યોગકારો, નાના વ્‍યવસાયકારો, શ્રમિકો, ગ્રામ્‍ય મહિલાઓ તથા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકોને રાષ્‍ટ્રીય પેન્‍શન યોજના (NPS)ના લાભો અંગે જાગળત કરવાનો અને તેમને નિવળત્તિ બાદની આર્થિક સુરક્ષા માટે પેન્‍શન વ્‍યવસ્‍થામાં જોડવાનો છે.

કાર્યક્રમના ૧૦:૦૦ વાગ્‍યાથી બપોરે ૨:૦૦ વાગ્‍યા સુધીના પ્રથમ સત્રમાં એન.પી.એસ સંચય યોજનાની વિશેષતાઓ, પેન્‍શન આયોજન, નિયમિત બચત, નિવળત્તિ બાદ આર્થિક સુરક્ષા તથા યોજનાના લાભો અંગે વિસ્‍તળત માર્ગદર્શન અપાશે. કાર્યક્રમ સ્‍થળ પર જ ઇચ્‍છુક લાભાર્થીઓ માટે પેન્‍શન યોજનામાં નોંધણી કરવાની સુવિધા પણ ઉપલબ્‍ધ કરાશે.

આ ઉપરાંત, બપોરે ૨:૦૦ વાગ્‍યાથી સાંજે ૪:૩૦ વાગ્‍યા સુધી બિઝનેસ કોરસ્‍પોન્‍ડન્‍ટ્‍સ તથા કોમન સર્વિસ સેન્‍ટરના વિલેજ લેવલ એન્‍ટરપ્રેન્‍યોર્સ માટે પણ વિશેષ તાલીમ સત્રનું આયોજન છે. લીડ બેંક - સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, રાજકોટ દ્વારા તમામ સંબંધિત લાભાર્થીઓ, ખેડૂતો, ઉદ્યોગકારો, BC અને CSC પ્રતિનિધિઓને આ કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.(-માહિતી ખાતુ-રાજકોટ)

(4:22 PM IST)