<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

હવે મનપામાં માત્ર સ્‍વદેશી કંપનીનાં વાહનો જ દોડશે

મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં રૂ. ૬.૩૬ કરોડનાં વિકાસ કામોની ૧૮ દરખાસ્‍ત મંજુર : ૪૯ વર્ષ જૂની મ્‍યુનિસિપલ કોર્ટને બંધ કરવા, પુષ્‍કરધામ મેઇન રોડ ઉપર ખેડૂતો માટે પ્રાકૃતિક બજાર સહિતની દરખાસ્‍તોનો નિર્ણય કરાયો

રાજકોટ, તા.૩: મહાનગરપાલિકાની સ્‍થાપનાનાં ૫૩ વર્ષ બાદ તંત્ર અને પદાધિકારીઓને અચાનક ‘સ્‍વદેશી પ્રેમ' જાગ્‍યો છે. હવે મનપા દ્વારા કોઈ પણ પ્રકારનાં નવાં વાહનોની ખરીદી માત્ર સ્‍વદેશી કંપની પાસેથી જ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. હાલ મનપાનાં વાહનોના કાફલામાં ૭૦ ટકાથી વધુ વાહનો વિદેશી કંપનીઓનાં હોવાનું કહેવાય છે.

મ્‍યુનિ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠક સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ હતી. જેમાં કુલ ૨૦ પૈકી ૧૮ દરખાસ્‍તોને મંજૂરી આપવામાં આવી હતી, જ્‍યારે બે દરખાસ્‍તોને નામંજૂર કરવામાં આવી હતી. બેઠકમાં રૂ. ૬.૩૬ કરોડનાં વિવિધ વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી હતી. વોર્ડ નં. ૧૨માં શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર ટાઉનશિપના શોપિંગ સેન્‍ટરની દુકાનોના વેચાણ દસ્‍તાવેજ કરી આપવાની દરખાસ્‍ત મંજૂર થતાં મનપાને રૂ. ૪.૨૩ કરોડની આવક થશે. સ્‍ટેન્‍ડિંગમાં મંજુર થયેલ મહત્‍વની દરખાસ્‍તો આ મુજબ છે.

સ્‍વદેશી વાહનની ખરીદી

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ આ દરખાસ્‍તની વધુ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકાની લાઇબ્રેરી શાખાના ઉપયોગ માટે બે નવાં વાહનો ખરીદવા રૂ. ૬૦.૪૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે હવે પછી મનપા દ્વારા ખરીદવામાં આવનારાં તમામ નવાં વાહનો સ્‍વદેશી કંપનીનાં જ હોવા જોઈએ તેવો નીતિવિષયક નિર્ણય પણ લેવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી સ્‍વદેશી ચળવળને પ્રોત્‍સાહન મળશે તેવો દાવો કરવામાં આવ્‍યો છે. જોકે, મનપાના હાલના કાફલામાં મોટા ભાગનાં વાહનો વિદેશી કંપનીઓનાં છે. એટલું જ નહીં, સ્‍વદેશી કંપનીનાં ગણાતાં વાહનોમાં પણ કેટલીક એસેસરીઝ અને પાર્ટ્‍સ વિદેશી કંપનીઓનાં હોવાની ચર્ચા છે. આમ છતાં, મનપાએ સ્‍વદેશી વાહનોની ખરીદી તરફ લીધેલું પગલું પ્રશંસનીય ગણાઈ રહ્યું છે.

૪૯ વર્ષ જૂની મ્‍યુનિસિપલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય

માત્ર રાજકોટ મહાનગરપાલિકાને લગતા કેસો માટે છેલ્લાં ૪૯ વર્ષથી કાર્યરત જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ (મ્‍યુનિસિપલ) કોર્ટ હવે બંધ કરવામાં આવશે. વર્તમાન પરિસ્‍થિતિમાં કોર્ટની જરૂરિયાત તથા તેના વાર્ષિક ખર્ચને ધ્‍યાનમાં રાખીને તેને બંધ કરવાની દરખાસ્‍તને સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.

વોર્ડ નં. ૧૨માં વેસ્‍ટ ઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલી શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર ‘વકીલસાહેબ' ટાઉનશિપના શોપિંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરાજીથી વેચવામાં આવી હતી. આ દુકાનોના વેચાણ દસ્‍તાવેજ કરી આપવાની દરખાસ્‍ત મંજૂર થતાં મનપાની તિજોરીમાં રૂ. ૪.૨૩ કરોડની આવક થશે.

પુષ્‍કરધામ મેઇન રોડ ઉપર ખેડૂતો માટે પ્રાકળતિક બજાર

પ્રાકળતિક કળષિ પેદાશોના વેચાણ માટે ૧૦ થડા બનશે. પ્રમાણિત ખેડૂતોને ઙ્કાયોગિક ધોરણે છ મહિના સુધી વિનામૂલ્‍યે જગ્‍યા અપાશે

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજ્‍યભરમાં પ્રાકળતિક કળષિ ઉત્‍પાદનોના વેચાણ માટે જગ્‍યા ફાળવવાની સૂચના આપવામાં આવી છે. રાજ્‍યપાલના અગ્રસચિવ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પણ આ માટે યોગ્‍ય જગ્‍યા ફાળવવા જણાવવામાં આવ્‍યું હતું.

તેના અનુસંધાને વોર્ડ નં. ૧૦માં પુષ્‍કરધામ મેઇન રોડ ઉપર વોકર્સ ઝોન પાસે આવેલા ફૂડ કોર્ટના ડોમમાં પ્રાકળતિક કળષિ પેદાશોના વેચાણ માટે ૧૦ થડા ઊભા કરવામાં આવશે. આ થડા માત્ર પ્રમાણિત ખેડૂતોને જ ફાળવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં છ મહિના માટે ખેડૂતોને વિનામૂલ્‍યે થડા ફાળવાશે. છ મહિના બાદ સમગ્ર વ્‍યવસ્‍થાની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. થડા મેળવનારા ખેડૂતોને હોકર્સ ઝોનના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ ઉપરાંત સ્‍ટેન્‍ડિંગમાં વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપવાની દરખાસ્‍તને પણ મંજૂરી આપવામાં આવી હતી. રેસકોર્સ સંકુલની વિવિધ રમતગમત સુવિધાઓના સંચાલન અને જાળવણી માટે આરએમસી તથા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્‍ત ‘એસવીપી રાજકોટ સ્‍પોર્ટ્‍સ પ્રમોશન ફાઉન્‍ડેશન'ની મુદત વધુ બે વર્ષ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. વોર્ડ નં. ૯માં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટેના કોન્‍ટ્રાક્‍ટ પાછળ રૂ. ૩૯.૫૬ લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી.

(3:20 PM IST)