<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

રાજકોટ જીલ્લામાં હવે ૩૭ મતદાન મથકો મર્જ થશેઃ ૪ નવા બનશેઃ ચૂંટણી પંચને દરખાસ્‍ત

કલેકટરે રાજકીય પક્ષો સાથે બેઠક યોજીઃ વિધાનસભા ચૂંટણી પહેલા કાર્યવાહી કરી લેવાઇ

રાજકોટ તા. ૧૬: રાજકોટ શહેર અને જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોના મતદાન મથકોના પુનઃગઠન માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્‍ટર અને ચૂંટણી અધિકારીની એક મહત્‍વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં કુલ ૩૭ મતદાન મથકો મર્જ કરવા અને ૪ નવા મતદાન મથકો ઊભા કરવા માટેની દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી છે.આ અનુસંધાને વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ પાસેથી પ્રાથમિક સુધારા દરખાસ્‍ત તૈયાર કરાવવામાં આવી હતી.

રાજકીય પક્ષોની હાજરીમાં આ સુધારા-વધારા અંગે વિસ્‍તળત ચર્ચા થઈ હતી અને સ્‍થળ પર જ વાંધા-સૂચનોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકોમાં કુલ ૩૭ બુથ મર્જ કરવા અને ૪ નવા બુથ ઊભા કરવાની આ દરખાસ્‍ત હવે આખરી મંજૂરી માટે ચૂંટણી પંચને મોકલવામાં આવી છે.

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ જિલ્લાની ગ્રામ્‍ય અને અન્‍ય વિસ્‍તારોની ૪ બેઠકો જેવી કે ગોંડલ, જસદણ, જેતપુર અને ધોરાજી બેઠકના એકપણ બુથમાં કોઈ સુધારો કે વધારો કરવામાં આવ્‍યો નથી

(2:40 PM IST)