<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

શહેરમાં જાહેરાતના અનધિકૃત બેનર લગાડનાર ૨૪ વ્‍યવસાયીકોને નોટીસ

મુખ્‍યમાર્ગો, સર્કલો, ડિવાઇડર, પોલ વગેરે જગ્‍યાએથી બોર્ડ ઉતારતી દબાણ હટાવ શાખા

રાજકોટ,તા.૧: શહેરના મુખ્‍ય માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ વગેરે જગ્‍યાઓ પર અનધિકળત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્‍ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા જુન-અને જુલાઈ-માં  કુલ ૨૪  પેઢીને નોટિસ આપવામાં આવેલ છે.

જેમાં તિન્‍ય યાત્રા, શ્રી હરિ કલીનીક, સ્‍ટડી વાલા પધારો રેસ્‍ટોરન્‍ટ,શ્રી સરસ્‍વતી ક્‍લાસીસ રાજ રીલેક્‍સન, શ્રી જીવનદીપ વિદ્યાલય સ્‍માઈલ પ્‍લસ હોસ્‍પિટલ, લીટલ મિલેનિયમ જતન, સરજન સિગ્નેટમેડીયમ ઈન્‍ફોવે, શ્રી એકેડેમીન્‍યુ એરા ગર્લ્‍સ હોસ્‍ટેલ, યુનિવર્સલ સ્‍કૂલહ ,પેરેડાઈઝ બોયઝ હોસ્‍ટેલ, શ્રી વાસુદેવ વિદ્યાલય  ક્રિએટીવ મોટર્સ,જસ્‍ટ સ્‍માઈલ ડેન્‍ટલ કલીનીક  ૨લાઈફ કેર ક્‍લીનીક, શ્રી રાજસ્‍થાન સ્‍વીટ,આનંદી ક્‍લાસીસ તથા ,કોરકોન્‍સેપ્‍ટ,શ્રી જ્ઞાનયજ્ઞ ક્‍લાસીસને નોટીસ આપવામાં આવી છે.

 શહેરના માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકળત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્‍ટર લગાવવા નહિ. જેની તમામ વ્‍યવસાયિકોએ નોંધ  લેવા દબાણ શાખાએ જણાવ્‍યું છે

(3:41 PM IST)