<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

નો નંબર પ્‍લેટ, નો ફયુલઃ જાહેરનામા ભંગ બદલ વધુ એક સામે ગુનો

ભકિતનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા.૨૬: શહેરમાં નંબર પ્‍લેટ વગરના વાહનોમાં ઇંધણ પુરી આપી જાહેરનામોના ભંગ કરવા બદલ પોલીસે ગુના દાખલ કરી કાર્યવાહી કરી રહી છે. ત્‍યારે ત્રીજા દિવસે પણ વધુ એક સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ૮૦ફુટ રોડ પર બાપુનગર ચોકથી સોરઠીયાવાડી સર્કલ તરફ જતા રોડ પર સોમનાથ ઓટો ફયુલ ઇન્‍ડીયન પેટ્રોલપંપ ખાતે નંબર પ્‍લેટ વગરના બાઇકમાં ઇંધણ પુરી આપવા મામલે ભકિતનગર પોલીસે (ઉ.વ.૧૯ રહે ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ, નિલરત્‍ન પાર્ક, કોઠારીયા રોડ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(4:21 PM IST)