તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
નિવેદીતા નગરના બૂટલેગર કેતન રાઠોડને પાસા તળે પાલનપૂર જેલમાં ધકેલી દેવાયો
ડીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૫: શહેરમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા અને અસામાજિક પ્રવળત્તિઓ આચરતા બુટલેગરો પર કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ એક બૂટલેગરને પાસામાં ધકેલી દીધો છ.ે
રૈયા ટેલિફોન એક્ષચેન્જ મેઇન રોડ નિવેદીતાનગર-૩/૬ના ખુણે બ્લોક નં. ૬૩૧માં રહેતાં કેતન નિતીનભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)ને પાસામાં ધકેલીવાની દરખાસ્ત જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. જે પોલીસ કમિશનરે મંજુર કરી તેને પાલનપુર જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો. ચેતન વિરૂધ્ધ રાજકોટ ડીસીબી, પાણશીણા, વલસાડ વાપી, સુરેન્દ્રનગર સાયલા, નવસારી ચીખલી, લીંબડી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂના આઠ ગુના નોંધાયા હતાં.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, અમીતભાઇ અગ્રાવત તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા અને મનીષભાઇ ચાવડાની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.
(3:55 PM IST)










