તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
શ્રીપુષ્ટીમાર્ગીય સપ્તમ પીઠાધીશ્વર વ્રજેશકુમારજી મહારાજશ્રીનો નિત્યલીલા પ્રવેશઃ અંતિમયાત્રા
વૈષ્ણવ સમાજમાં શોકની લહેર, અંતિમ દર્શન માટે ભાવિકોની ભીડ, વૈદિકવિધિ સાથે અંતિમ સંસ્કારઃ શ્રીજી ગૌ શાળા ખાતે

રાજકોટઃ મદનમોહન પ્રભુ હવેલી, રાજકોટના સપ્તમપીઠાધિશ્વ પુ.પા. ગો.૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી નો તા.૧૬ ના નિત્યલીલા પ્રવેશ થયેલ છે. જેઓ રાજકોટમાં સૌથી વયસ્ક પુષ્ટીમાર્ગીય આચાર્ય હતા, તેમના દેશ-વિદેશમાં હજારો સેવકો છે. આપશ્રીના અંતિમદર્શન ગતરાત્રે ગિરનાર સોની સમાજની વાડી (લક્ષ્મીવાડી મેઇન રોડ) ખાતે રાખવામાં આવેલ નિત્યલીલાસ્થની અંતિમયાત્રા આજે સવારે ૮ વાગે ગિરનાર સોની સમાજની વાડી ખાતેથી પ્રસ્થાન થઇ જામનગર રોડ ઉપર આવેલ શ્રીજી ગૌશાળા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં સેંકડોની સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.
કામવનથી ૧૯૮૮ માં રાજકોટ પધાર્યા લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર જગ્યા લીધી મદનમોહન હવેલી બનાવી અનેક ઉત્સવો ઉજવ્યા સપ્તમપીઠ કામવન મદનમોહન પ્રભુ ગર્વમેન્ટના એસ્કોર્ટ સાથે રાજકોટમાં બે વખત પધરાવ્યા હજારો વેષ્ણવોને દર્શનનો લાભ અપાવ્યો હતો.
તેઓના પિતાશ્રી સપ્તમપિઠાધિશ્વર શ્રી ઘનશ્યામલાલજી મહારાજના નિત્યલીલા પ્રવેશ પછી સને ર૦ર૧ માં કામવન (રાજસ્થાન) મુકામે વ્રજેશબાવાાશ્રીનું યુવરાજમાંથી મહારાજશ્રી તરીકે દેશ વિદેશના હજારો લોકોની ઉપસ્થિતિમાં તિલકવિધી થઇ હતી ત્યારે બડોમનોરથ, છપ્પનભોગ સાથે વિવિધ મનોરથનું આયોજન થયું હતું રાજકોટમાં અનેક ધાર્મિક તેમજ શૈક્ષણિકમ વૈદકીયવિ. કાર્યક્રમો આપી લોકોને તેનો લાભ આપવામાં આવેલ
ર૦૧૪માં પૂજય વ્રજેશકુમારજી મહારાજની વ્રજ ૮૪કોસ વ્રજ પરિક્રમામાં જયારે યાત્રી કામવન પહોંચી ત્યારે ત્યાંની એક સ્કુલમાં અનેકસાધનોની જરૂરિયાત હતી ત્યારે આપશ્રી એક મોટી સભા કરી શાળાના પ્રિન્સિપાલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ યાત્રાળુ સાથે માતબર રકમનું દાન આપી આ સ્કૂલને આધુનિક બનાવવામાં પોતાનું યોગદાન આપેલ.
પૂજય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં અનેક ધાર્મિક અનુષ્ઠાનો જેવા કે યજ્ઞપવિત, સગાઇ પ્રસંગો, ભાગવત સપ્તાહો,વિવાહ પ્રસ્તાવો, શ્રી લક્ષ્મીનૃસિંહ યજ્ઞ વિગેરે કાર્યક્રમોની સાથે સાથે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જાતિ પ્રાપ્ત સંગીતના દિગ્ગજ કલાકારો જેવા કે પંડિત જસરાજી કંકણા બેર્ન્જી, વિશ્વ મોહન ભટ્ટ વિગેરેને આમંત્રિત કરીને ભકિત સંગીતના અનેક કાર્યક્રમો પણ આપેલ છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:06 PM IST)










