News of Tuesday, 21st April 2026
એલન રાજકોટનો વિદ્યાર્થી નિમય પુરોહિતએ ઓલ ઇન્ડિયા રેન્ક ૧૬ અને ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવીને ગુજરાત ટોપર બન્યો
ટોપ ૫૦૦ AIRમાં ૫ વિદ્યાર્થીઓ, ટોપ ૧૦૦૦ AIRમાં ૯, ટોપ ૧૫૦૦ AIRમાં ૧૨ અને ટોપ ૧૦૦૦૦ AIRમાં ૨૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ JEE (એડવાન્સ્ડ) ૨૦૨૬ પરીક્ષા માટે પસંદ થયા.

રાજકોટઃજેઇઇ-મેઇન-ર૯ર૬ ના પરીક્ષામાંના એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિત ઓલ ઇન્ડીયા રેન્ક ૧૬ અને ૧૦૦ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરે છે. પત્રકાર પરિસદમાં સફળતાની માહિતી આપતા અમીતાશ મુખર્જી અને વિકાસ શર્મા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા
રાજકોટઃતા.ર૧, JEE મેઈન એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા NIT, IIIT અને દેશની અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં B.Tech અને BE ડિગ્રી માટે પ્રવેશ પૂરો પાડે છે.
૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ JEE મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થયેલું હતું જેમાં એલન રાજકોટએ સતત ૭મા વર્ષે, સર્વોચ્ચ તથા અદ્વિતીય પરિણામ આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે.એલન રાજકોટ સેન્ટર હેડ અમળતાશ મુખર્જીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના અમારા પરિણામો મુજબ એલન રાજકોટનો વિધાર્થી નિમય પુરોહિતએ ઓલ ઇન્ડિયા રેન્ક ૧૬ અને ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવીને ગુજરાત ટોપર બન્યો અને ટોપ ૫૦૦ AIR માં ૫ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ALLEN રાજકોટના ટોપ ૧૦૦૦ AIR માં ૯, ટોપ ૧૫૦૦ AIR માં ૧૨, અને ટોપ ૧૦,૦૦૦ AIRમાં ૨૮ વિધાર્થીઓએ સ્થાન મેળવ્યું જયારે ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ JEE એડવાન્સ્ડ ૨૦૨૬ માં બેસવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત ૩ વિધાર્થીઓએ ભૌતિકશાષા માં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
એલન રાજકોટના સિંગલ કેમ્પસમાંથી, વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા આ પરિણામો સૌરાષ્ટ્રમાં સૌથી સર્વોચ્ચ છે અને તેથી સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ અત્યંત ગર્વની વાત છે.
વિદ્યાર્થીનું નામઃનિમય પુરોહિત, JEE Main 2026: ઓલ ઈન્ડિયા રેન્ક ૧૬ અને ૧૦૦ પર્સેન્ટાઇલ,પિતાનું નામઃહર્ષલ પુરોહિત (ડોક્ટર), માતાનું નામઃ દર્શના પુરોહિત (ડોક્ટર)‘‘એલન રાજકોટએ JEE પરીક્ષાના અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સિસ્ટમ છે - નિમય પુરોહિત''
નિમય પુરોહિત એલન રાજકોટમાં છેલ્લા ૪ વર્ષ થી અભ્યાસ કરે છે. તેમનું માનવું છે કે નિયમિત શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન મહત્વ આપ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે એલન રાજકોટના ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો અને જેના કારણે મને રીવીઝન અને પ્રેકિટસ કરવા માટે પૂરતો સમય મળ્યો. નિયમિત ડાઉટ કાઉન્ટર્સ, એલન સ્ટડી મટિરિયલ્સ પણ મને ખૂબજ મદદરૂપ થયું છે. એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટર આધારિત પ્રેકિટસ (CBT) ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેકિટસ અને ઓનલાઈન એપનો ઉપયોગ કરીને તમામ ટેસ્ટનું ડિજિટલ વિશ્વેષણ પણ મેળવતો હતો, જેનાથી તેને તેના અભ્યાસનું આયોજન કરવામાં ઘણી મદદ મળી. હાલમાં તે JEE એડવાન્સ્ડ ૨૦૨૬ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને તેનું લક્ષ્ય શ્રેષ્ઠ IIT કોલેજમાં એડમીશન મેળવવાનું છે
(3:52 PM IST)










