<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નિકુલ ચાંદેગરાએ ભાડાના મકાનમાં તોડોફોડ કરી અને બાથરૂમમાંથી ફુવારા અને નળ પણ ચોરી ગયો!

મોરબી રોડ રાજેશ્વરી સોસાયટીમાં ભાડે મકાન આપનારા માલતીબેન ચોૈહાણની બી-ડિવીઝનમાં ફરિયાદ : ભાડા કરાર કરવાનું કહેતાં બહાના બતાવ્‍યાઃ સોસાયટીમાં ઝઘડા કરતો હોઇ મકાન ખાલી કરવાનું કહેતાં થાય તે કરી લેવાની, મારી નાંખવાની ધમકી દીધીઃ બે મહિનાનું ભાડુ, લાઇટ બીલ, ગેસ બીલ પણ ન ભર્યા

રાજકોટ તા. ૩૧: શહેરના કુવાડવા રોડ પર ટાઉનશીપમાં રહેતાં મહિલાએ પોતાનું મકાન જેને ભાડે આપ્‍યું હતું એ શખ્‍સે  ભાડા કરાર પછી કરશે તેમ કહી ભાડે મકાન રાખી રહેવાનું ચાલુ કર્યા બાદ કરાર નહિ કરતાં તેને મકાન ખાલી કરવાનું કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ મહિલાને મારી નાખવાની ધમકી આપી મકાનના વાયરીંગ, બારી, દરવાજા, લાદીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં અને બાથરૂમના ફુવારા, નળીઓ વગેરે ચોરી કરી લઇ જતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ પર મામાસાહેબ મંદિરવાળા રોડ નજીક શહીદ ઉધમસિંહ ટાઉનશીપ બ્‍લોક નં. ઇ-૨૦૬માં રહેતાં માલતીબેન સંજયભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી નિકુલ ભરતભાઇ ચાંડેગરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

માલતીબેન પતિ, દિકરી સાથે રહે છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. તેમનું એક મકાન મોરબી રોડ રેલ્‍વે ફાટક નજીક રામેશ્વર પાર્ક રામેશ્વર હાઇટમાં બ્‍લોક નં. ૩૦૭માં આવેલુ છે. આ મકાન તેમણે એપ્રિલ-૨૦૨૬માં નિકુલ ચાંડેગરાને રૂા. ૮૦૦૦ના ભાડાથી રહેવા આવ્‍યું હતું. માલતીબને જણાવ્‍યું છે કે જે તેવખતે નિકુલને તે વખતે અમે ભાડા કરાર કરવાનું કહ્યું હતું. તે ભાડેથી રહેવા આવી ગયાના થોડા દિવસ બાદ અમે તેને ભાડા કરાર કરવાનું કહેતાં તેણે બહાના બતાવવાનું ચાલુ કર્યુ હતું. તે કરાર કરાવવા આવતો ન હોઇ અને સોસાયટીમાં તે બીજા લોકો સાથે ઝઘડો કરતો હોવાની સોસાયટીના રહેવાસીઓએ ફરિયાદ કરતાં હું નિકુલને મળવા ગઇ હતી.

ત્‍યાં ફલેટમાં જોતાં પુષ્‍કળ ગંદકી જોવા મળી હતી. જેથી મેં નિકુલને કહેલું કે-ઘણા દિવસોથી તમને ભાડા કરાર કરાવવાનું કહુ છું છતાં તમે કેમ સરખો જવાબ દેતાં નથી અને સોસાયટીનું મેઇન્‍ટેન્‍સ પણ કેમ ભરતાં નથી. તેમજ તમે સોસાયટીના બીજા રહેવાસીઓ સાથે ઝઘડા પણ કરો છો તેમ કહેતાં તેણે બોલાચાલી કરી હતી. આથી મેં તેને મકાન ખાલી કરી દેવાનું કહેતાં અને બે મહિનાનું મકાન ભાડુ બાકી હોય તે આપી દેવાનું કહેતાં તેણે થોડા દિવસમાં મકાન ખાલી કરી દેશે અને ભાડુ પણ ત્‍યારે જ આપી દેશે તેમ જણાવ્‍યું હતું.

ત્‍યારબાદ થોડા દિવસ પછી નિકુલ પેડક રોડ પર સામે મળતાં ફરીથી મેં તેની પાસે ભાડુ માંગતા તેણે કહેલુ કે-તમારું મકાન ખાલી કરવાનો નથી અને ભાડુ પણ દેવાનો નથી, તમારાથી થાય તે કરી લેજો, જો પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી દઇ ગાળો દીધી હતી. જેથી હું ત્‍યાંથી નીકળી ગઇ હતી. બાદમાં ૨૨/૫ના રોજ નિકુલનો મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તમારુ મકાન ખાલી કરી નાંખયું છે, ભાડુ માંગતા નહિ, ભાડુ નહિ મળે. આમ કહી ફોન કટ કરી નાંખ્‍યો હતો. બાદમાં હું મકાને તપાસ કરવા જતાં ત્‍યાં પહોંચીને જોતાં મકાનની અંદર અંડરગ્રાઉન્‍ડ વાયરિંગ, સ્‍લાઇડરની બે બારીઓ, બાથરૂમનો દરવાજો તથા લાદીઓ તૂટેલી હાલતમાં હતી. આને કારણે આશરે ૭૦,૦૦૦નું નુકસાન થયું હતું. તેમજ બાથરૂમમાંથી રૂ. ૩,૦૦૦ ની કિંમતના ૩ પાણીના ફુવારા તથા ઘરના અલગ-અલગ ભાગમાંથી રૂ. ૭૦૦ની કિંમતના ૭ પાણીના નળ પણ ગાયબ હતા.

આવી હાલત જોઇ મેં ફરીથી નિકુંલને ફોન કરતાં તેણે કહેલું કે-મેં જ તમારા મકાનમાં તોડફોડ કરી છે અને ફુવારા તથા નળ ખોલીને લઈ ગયો છું, થાય તે કરી લો. તેમ કહી ફોન કટ કરી નાંખ્‍યો હતો. આ ઉપરાંત બે મહિનાનું લાઇટ બિલ તથા ગેસ બિલ પણ ભર્યા વગર બાકી રાખી દીધાની ખબર પડી હતી. અંતે માલતીબેને નિકુલ સામે મકાનમાં તોડફોડ કરી રૂ. ૭૦,૦૦૦ નું નુકસાન પહોંચાડવા તેમજ રૂ. ૩,૭૦૦ ના ફુવારા-નળની ચોરી કરી, બે મહિનાનું ભાડું અને બિલ બાકી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરાવતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. જેઠવાએ તપાસ હાથ ધરી છે. (

(2:27 PM IST)